ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક દુલ્હને પોતાની જાન પાછી મોકલી દીધી. હકીકતમાં ઘરેણાં લઈને વર-વધુ પક્ષમાં વિવાદ થવાના કારણે દુલ્હને આવો ર્નિણય લીધો હતો. આ મામલામાં વર પક્ષે પોલીસ સ્ટેશનમાં પહોંચીને અરજી આપી અને કાર્યવાહી કરવાની માગ કરી છે. સીતાપુરના એક ગામમાં ગત શુક્રવારે અટરિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના શાહજહાંપુર ગામથી કરણની જાન આવી હતી. લગ્નમાં સામેલ થયેલા જાનૈયા મન મુકીને ડાંસ કરી રહ્યા હતા. લગ્નને લઈને વરરાજાે કરણ ખૂબ જ ઉત્સાહી દેખાઈ રહી હતી. હાથમાં પત્નીના નામની મહેંદી પણ લગાવી હતી. આ દરમ્યાન ફેરા વખતે દુલ્હન માટે લાવેલા ઘરેણાંને લઈને મોટો ડખો થયો. વધુ પક્ષનો આરોપ હતો કે, વર પક્ષ દ્વારા લાવવામાં આવેલા ઘરેણાં ખૂબ જ હલ્કા છે. આ વાતને લઈને વધૂ પક્ષે લગ્ન કરવાની ના પાડી દીધી. આ વાતની જાણકારી જ્યારે જાનૈયાઓને થઈ તો, એકબીજા મનાવવા લાગ્યા. પણ કન્યા પક્ષના લોકો લગ્ન કરવા માટે રાજી થયાં નહીં. વરરાજાએ પણ કન્યા પક્ષ સાથે લગ્ન કર્યા, પણ કન્યા પક્ષ કોઈ પણ રીતે માનવા તૈયાર થયા નહીં. ત્યાર બાદ વર પક્ષ મૈનિષારણ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ આપી લગ્ન પુરા કરાવવા માટે ભલામણ કરી. બાદમાં વરરાજાએ દુલ્હન લીધા વિના જાન પાછી લઈને આવવી પડી. વરરાજાએ કહ્યું કે, લગ્નની તમામ વિધિ સંપન્ન થઈ ગઈ હતી. આ દરમ્યાન કન્યા પક્ષે ઘરેણાં મગાવ્યા. જાે કે ઘરેણાનો વજન થોડો ઓછો હતો, તેને લઈને ડખો થયો અને લગ્ન કરવાની ના પાડી દીધી. વરરાજાનું કહેવું છે કે, કન્યા પક્ષે ઘરેણાં પણ પાછા ન આપ્યા. પોતાની પાસે રાખી લીધા. પોલીસે કાર્યવાહીની વાત કહી છે. હાલમાં પોલીસે કહ્યું કે, બંને પક્ષની પોલીસ સ્ટેશન વચ્ચે વાત થઈ રહી છે. જાે વાતચીત બનશે નહીં તો, કેસ કરશે. કન્યા પક્ષે જણાવ્યું કે, જ્યારે લગ્ન નક્કી થયા હતા તો લગ્ન કરાવનારાએ જણાવ્યું કે, છોકરાના પિતાના નામે ૧૨ વીઘા જમીન છે, પણ છોકરાના પિતાના નામે હકીકતમાં ૬ વીઘા જમીન જ છે.