ભારતીય ક્રિકેટ ટીમનું ધ્યાન હવે એશિયા કપ જીતવા પર છે. ટીમ ઈન્ડિયા ૨જી સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દરમિયાન સિનિયર બેટ્સમેન શિખર ધવન ટીમની બહાર ચાલી રહ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.૩૭ વર્ષીય શિખર ધવન કદાચ હવે સિલેક્ટર્સના પ્લાનનો ભાગ નથી. તેને એશિયા કપ-૨૦૨૩ માટે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો નથી. એવું માનવામાં આવતું હતું કે તે એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી શકે છે. જાેકે, આવું પણ થઈ શક્યું નહીં. હાલમાં તે સોશિયલ મીડિયા પર ઘણો સમય વિતાવે છે અને તેના ફેન્સ માટે ફોટા અને વીડિયો શેર કરે છે. ધવનનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં ધવન તેના પિતા સાથે મસ્તી કરતો જાેવા મળી રહ્યો છે. વીડિયોમાં જાેવા મળે છે કે તેના પિતા સોફા પર બેઠેલા શિખર પાસે જાય છે અને તેનો કોલર પકડી લે છે. શિખરના પિતા સોફા પર એક પગ મૂકે છે અને કોલર પકડીને કહે છે – જાેરથી વાત ન કરો, અમને અવાજ ગમતો નથી. એમ કહીને તેણે શિખરનો કોલર ઝાટકે છે. ધવને તેના કેપ્શનમાં લખ્યું- બાપુ સાથે ઊંચા અવાજમાં વાત કરશો નહી, નહીંતર તો મોંઘી પડશે.
ધવનની સુવર્ણ કારકિર્દી હવે સમાપ્ત થઈ રહી છે. તેણે અત્યાર સુધીમાં ૩૪ ટેસ્ટ, ૧૬૭ વનડે અને ૬૮ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. વનડેમાં તેણે ૧૭ સદી અને ૩૯ અડધી સદીની મદદથી કુલ ૬૭૯૩ રન બનાવ્યા હતા.
આ સિવાય ટી૨૦ આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ ૧૭૫૯ રન ઉમેર્યા, ૧૧ અડધી સદી ફટકારી. ટેસ્ટમાં તેણે ૭ સદી અને ૫ અડધી સદીની મદદથી ૨૩૧૫ રન બનાવ્યા છે.