દેશમાં સામાનની ખરીદીમાં અને ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સની ખરીદીમાં મોટો ફેરફાર થશે. કારણ કે ઈલેક્ટ્રોનિક સામાનના પેકિંગ પર ક્યુઆર કોડની સિસ્ટમ આજથી લાગુ થઈ ગઈ છે. જાગો ગ્રાહક જાગો, આ માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે આજથી જ લાગુ થઈ ગયું છે. તેની જાણકારી મિનિસ્ટ્રી ઓફ કંજ્યુમર્સ અફેયર્સ તરફ આની જાણકારી એક નોટિફિકેશનના રૂપમાં જારી કરવામાં આવી છે. આના દ્વારા ઈલેક્ટ્રોનિક્સના નાના પેકની માહિતી મેળવવી સરળ બનશે, જે કંજ્યુમરના હિતોનું રક્ષણ કરશે. ઉત્પાદન, ઉત્પાદ, આયાત, ઉપયોગ, પેકમાંની વસ્તુ, ફરિયાદ નંબર વગેરેની વિગતો પણ પેકિંગ પરના ક્યુઆર કોડમાં એકસાથે જાેવા મળશે. આ સાથે, ઉપભોક્તા સમાન ક્યુઆર કોડને સ્કેન કરીને તેના ખરીદેલા ઉત્પાદનો સાથે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકશે.
આ નવી સિસ્ટમ હેઠળ, પેકેજ્ડ વસ્તુઓ વિશેની માહિતી ચાર કેટેગરીમાં ઉપલબ્ધ થશે.
૧. જાે પેકેજ્ડ આઇટમ પર ઉત્પાદક, પેકર અથવા આયાતકારની માહિતી સ્પષ્ટ રીતે અલગથી આપવામાં આવી નથી, તો ક્યુઆર કોડ સ્કેન કરીને તેને મેળવવાની સિસ્ટમ હોવી જાેઈએ. આ ઉપરાંત, જાે પેકેટ પર પ્રોડક્ટના સરનામા અને પેકેજિંગ વિશેની માહિતી નથી, તો તે સુનિશ્ચિત કરવું પડશે કે, ગ્રાહક તેને ક્યુઆર કોડ સ્કેન કરીને મેળવી શકે છે.
૨. ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટના પેકેટ પર આપવામાં આવેલા ક્યુઆર કોડ દ્વારા ગ્રાહકને ખબર હોવી જાેઈએ કે, પ્રોડક્ટ ક્યારે બનાવવામાં આવી હતી, તે ક્યાં બનાવવામાં આવી હતી, આ સિવાય તે પ્રોડક્ટનું સામાન્ય નામ અને કમોડિટીનું નામ પણ ઉપલબ્ધ હોવું જાેઈએ. બીજી બાજુ, જાે કમોડિટી એક કરતાં વધુ હોય, તો બોક્સમાં હાજર દરેક ઉત્પાદનની વિગતો, તેનો નંબર, ઉત્પાદનની તારીખ, ઉત્પાદન, આયાત, ઉપયોગ, પેકમાંની આઇટમ, ફરિયાદ નંબર વગેરેની માહિતી પણ હોવી જાેઈએ.
૩. જાે પેકેટ પર સંબંધિત માહિતી આપવામાં આવી નથી, તો ક્યુઆર કોડ દ્વારા તમામ માહિતી મેળવવા માટે સિસ્ટમ પ્રદાન કરવી પડશે.
૪. પેકેટના નિર્માતાના નામથી લઈને ટેલિફોન નંબર સુધીનું ઈ-મેલ સરનામું પણ ક્યુઆર કોડ દ્વારા મળવું જાેઈએ.