પાદરા ખાતે એક યુવતી અને ૨ બાળકોની તળાવમાંથી લાશ મળી આવી છે. ત્રણ લોકોના મોતથી અરેરાટી મચી ગઈ છે. બે બાળકો અને માતા એમ ત્રણની લાશ બહાર કાઢવામાં આવી છે. પાદરાના અંબાજી તળાવ ખાતે આ દુર્ઘટના ઘટી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ મહિલા પાણીમાં ડૂબી ગઈ હતી. તો બીજી તરફ મહિલા સિવાય બે બાળકોના ચંપલ અને પૈસા પણ તળાવ બહાર જાેવા મળ્યા હતા. જેથી મહિલા સાથે બે બાળકો પણ ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. જે બાદ સ્થાનિકો દ્વારા પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તળાવમાં નજરે જાેનાર સિક્યુરિટીએ ઘટનાની જાણ નગરપાલિકાને કરતા કારોબારી અધ્યક્ષ સહિત સદસ્યો પણ દોડી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રથમ પાલીકાના ફાયર ફાયટરો કામે લાગ્યા હતા. જાે કે, આ યુવતીએ શા માટે મોતને વ્હાલું કર્યું તેની માહિતી સામે આવી નથી. ત્રણ લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો બીજી તરફ પોલીસે આ બનાવ અંગે તપાસ શરુ કરી દીધી છે. પોલીસ તપાસ બાદ જ સામે આવશે કે, યુવતીએ આ પગલું શા માટે ભર્યું.