રશિયન રફની સપ્લાયમાં મોટો ઘટાડો નોંધાતા સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે લાખો રત્ન કલાકારોને પૂરતું કામ ન મળવાના કારણે મુશ્કેલી ઊભી થઈ છે. એટલું જ નહીં પરંતુ નાના હીરા ઉદ્યોગકારોમાં હાલ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સુરતના લેબર વર્ક્સ સાથે સંકડાયેલા નાના ઉદ્યોગકારોની હાલત કફોડી બની રહી છે. જ્યાં લેબર વર્કસ સાથે સંકળાયેલા નાના હીરા વેપારીઓને કામ ન મળતા કામના કલાકો પણ ઘટાડી દેવામાં આવ્યા છે. જાેકે રત્ન કલાકારોને દિવાળી સુધી કામ મળી રહે તે માટેના પ્રયત્નો હીરા ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
સુરતના નાના હીરા ઉદ્યોગકારોમાં છેલ્લા ઘણા દિવસોથી હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. લેબર વર્કસથી કામ લેતા નાના વેપારીઓ હાલ ચિંતામાં મુકાયા છે. કારણ કે, છેલ્લા દોઢ વર્ષથી ઇન્ટરનેશનલ માર્કેટમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જેની નેગેટિવ અસર સુરતના હીરા ઉદ્યોગ પર જાેવા મળી રહી છે.
ભારતમાં કટ એન્ડ પોલીશડનું ૩૩% એક્સપોર્ટ અમેરિકામાં થાય છે. જ્યારે ૩૧થી ૩૨ ટકા જેટલું એક્સપોર્ટ ચાઇનામાં થાય છે. આ બંને દેશોમાં હાલ ફુગાવાના પગલે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જેના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ ખૂબ જ ઓછી છે. જેથી ભારતમાં થતાં કટ એન્ડ પોલિશડની ઇન્ડસ્ટ્રીઝ પર બેરોજગારીનો પ્રશ્ન હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. જેમાં સુરતના કેટલાક નાના હીરા ઉદ્યોગકારો લેબર વર્કથી અન્ય ઉદ્યોગકારોને કામ આપી રહ્યા હતા.
હાલ રશિયન રફ સપ્લાયમાં ખૂબ જ મોટો ઘટાડો થતાં નાના ઉદ્યોગકારો દ્વારા અન્ય ઉદ્યોગકારોને લેબર વર્ક આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. પોતાના રત્ન કલાકારોને સાચવવા આ ર્નિણય નાણા ઉદ્યોગકારોએ લેવાની ફરજ પડી છે. પહેલા ૨૯% રશિયન રફનો જથ્થો આવી રહ્યો હતો. જે ઘટીને માત્ર બેથી ત્રણ ટકા જેટલો રહી ગયો છે. નાના ઉદ્યોગકારોથી લાખો રત્ન કલાકારોને રોજગારી પ્રાપ્ત થાય છે. પરંતુ હાલની સ્થિતિએ ઉદ્ભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા અને રત્ન કલાકારોને પણ દિવાળી સુધી કામ મળી રહે તે માટેની વ્યવસ્થા નાના ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહી છે.