રાજકોટમાં પ્રોફેસર જ્યોતિન્દ્ર જાની પર યૌન શોષણના આરોપને લઇ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ આખરે પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રોફેસર પર સૌરાષ્ટ્ર યુનિ.ની વિદ્યાર્થિનીએ ગંભીર આરોપ લગાવ્યા હતા. Ph.Dની વિદ્યાર્થિનીએ પ્રોફેસર પર જાતિય શોષણના આરોપ લગાવ્યા હતા. અત્રે જણાવીએ કે, કુલપતિને પત્ર લખી પ્રોફેસર પર ગંભીર આરોપ કર્યા હતા. મહિલા કોલેજના સંચાલકો અને ટ્રસ્ટીઓની બેઠકમાં પ્રોફેસરને સસ્પેન્ડ કરવાનો ર્નિણય લેવાયો છે. NSUI દ્વારા પણ પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માગ કરાઇ હતી.
એમ. જે. કુંડલિયા કોલેજના પ્રોફેસર પાસે Ph.D કરતી એક વિદ્યાર્થિની સાથે ગાઈડ જ્યોતિન્દ્ર જાનીએ અણછાજતું વર્તન કરી શારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને કુલપતિએ UGCના નિયમ મુજબ એક કમિટીની રચના કરીને તપાસનો આદેશ પણ કર્યો હતો.
તપાસ દરમિયાન કમિટી સમક્ષ કેટલીક ચોંકાવનારી હકીકત આવી હતી અને પ્રોફેસરે વિદ્યાર્થિનીની અનિચ્છા હોવા છતાં તેને સ્પર્શ કરી સન્માન ઘવાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. કમિટીના રિપોર્ટના આધારે કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણીએ કુંડલિયા કોલેજના પ્રોફેસર સામે ૭ દિવસમાં પગલાં લેવા એમ.જે. કુંડલિયા કોલેજના સંચાલકોને આદેશ કર્યો હતો. જે બાદ હવે સંચાલકોએ હવે સસ્પેન્ડનો ર્નિણય કર્યો છે. .
સમગ્ર મામલે NSUI અને કોંગ્રેસ દ્વારા પણ કુંડલિયા કોલેજ ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી હતી. જ્યારે દ્ગજીેંૈં દ્વારા આક્ષેપ કરાયો હતો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે.