અમદાવાદના ઝોન-૫ ના ડીસીપીની કચેરીમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ મોબાઈલ કોલ ડીટેઈલ નકલી સાયબર એક્સપર્ટને આપતો હોવાનુ ખૂલ્યુ છે. પોલીસના જાણમાં આ ઘટના આવતા જ કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ છે. ખુલાસો થયો છે, કોલ ડીટેઈલ આપીને તે પૈસા કમાતો હતો અને મહત્વના ડેટા લોકાના તેણે નકલી સાયબર એક્સપર્ટને પુરા પાડ્યા છે.
જાે તમને એમ હોય કે તમારા ફોનનો ડેટા સુરક્ષીત છે તો, જરા સાવધાન રહેજાે. તમારો જ ડેટા તમારા હરીફના સુધી પહોંચી શકે છે. નકલી સાયબર એકસપર્ટ અલગ અલગ બહાને આપતા માહિતી અસલી પોલીસ પાસેથી પૈસા ખર્ચીને જ મેળવીને પહોંચાડી શકે છે. જાેકે આ બાબતે તમને જાણ સુદ્ધા પણ આવી શકે એમ નથી. અમદાવાદમાં આવી જ ગોલમાલ અસલી કોલ ડેટા આપવાની થતી હોવાનુ સામે આવતા જ શહેર પોલીસે તુરત જ એક્શન લીધા છે. અમદાવાદ શહેરના ઝોન-૫ ડીસીપીની કચેરીમાં જ ફરજ બજાવતો કોન્સ્ટેબલ આ પ્રકારના લોકોના મહત્વના ડેટાના પૂરા પાડતો હતો. લોકોના ફોનની કોલ ડીટેઈલ સહિતની વિગતો પણ નકલી સાયબર એક્સપર્ટને પૂરા પાડતો હોવાનુ સામે આવ્યુ છે. સાયબર ક્રાઈમ અમદાવાદ દ્વારા કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિનય કથીરીયા સાયબર ક્રાઇમની કસ્ટડીમાં હવે જાેવા મળી રહ્યો છે. કારણ કે તેની હવે સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. નકલી સાયબર એક્સપર્ટની સાથે મળીને રૂ ૪.૫૦ કરોડની ખડણીમાં સંડોવણી સામે આવતા સાયબર ક્રાઈમે ધરપકડ કરી લીધી છે. આ ખડણી કેસમાં અગાઉ પકડાયેલ નકલી સાયબર એક્સપર્ટ અમીતકુમારને આરોપી પોલીસ જવાને જુદા-જુદા મોબાઇલ નંબરોના સીડીઆર ડેટાની એક્સલ સીટ આપી હતી.
નકલી સાયબર એક્સપર્ટ અમિતકુમાર સિંઘ અને વિનય કથીરિયાએ અનેક લોકોની અંગત માહિતી મેળવી હતી અને બ્લેકમેઈલ કરીને ખડંણી ઉઘરાવી છે. પૂણાના દંપતીએ ઘરેલુ કંકાસમા સાઈબર એક્સપર્ટની મદદ લીધી અને તેઓ ખડંણીનો ભોગ બન્યા હતા. આ મામલો સાયબર ક્રાઈમમા પહોચ્યો હતો. પોલીસે અગાઉ નકલી સાયબર એકસપર્ટ અમિત સિંઘની ધરપકડ કર્યા બાદ તેની ખડંણીમા મદદ કરનાર પોલીસ કોન્સ્ટેબલની પણ ઘરપકડ કરાઈ છે.ઝડપાયેલા પોલીસ કોન્સ્ટેબલ વિનય કથિરીયા ૨૦૧૭ થી પોલીસમા જાેડાયો હતો અને ઝોન ૫ DCP કચેરીમા નોકરી કરતો હતો. આ દરમ્યાન નકલી સાયબર એકસપર્ટ પણ પોલીસ જવાનોને સાયબરની તાલીમ આપવા આવ્યો હતો. જેથી પોલીસ કોન્સ્ટેબલ વિનય આરોપી અમિતના પરિચયમા આવ્યો હતો. બન્ને વચ્ચે મિત્રતા વધતા તેઓએ ખડંણીનુ નેટવર્ક શરૂ કર્યુ હતુ.
નકલી સાયબર એકસપર્ટે અમીગો સાયબર સિક્યોરીટીના નામે નવરંગપુરા ખાતે ઓફીસ શરૂ કરી હતી. તેમજ CYBER PLUS DEFENCE ACADEMY INDIA LLP નામથી ધંધો કરતો હતો. સાયબરની આડમા અમીત સિઘ ગ્રાહકોના મોબાઈલના સીડીઆર વિનય પાસે મંગાવતો હતો. ડીસીપી કચેરીમા ફરજ બજાવતા આરોપીએ પોતાના અધિકારોનો ફાયદો ઉઠાવીને સીડીઆર કઢાવીને અમિતને વેચી દેતો હતો. અમિત સિંઘ લોકોને બ્લેકમેઈલ કરીને ખડંણી ઉઘરાવતો હતો.સાયબર ક્રાઈમે આરોપી વિનય કથીરીયાના ઘરમા સર્ચ કરીને કોમ્પ્યુટર, મોબાઇલ જપ્ત કર્યા છે.પકડાયેલ પોલીસ કર્મી વિનય કથિરીયા છેલ્લા ૨ વર્ષથી નકલી સાયબર એક્સપર્ટ અમિત સીડીઆર કાઢીને આપતો હતો. જેના બદલામાં ૨૫ થી ૫૦ હજાર સુધી રકમ લેતો હતો,સાથે જ નકલી સાયબર એક્સપર્ટ સાથે અનેક કેસમાં સાથે હોવાનું સામે આવ્યું છે. ત્યારે ખડણી કેસમા પકડાયેલ પોલીસ કર્મચારીના કોર્ટના રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી. આ પોલીસ જવાને કેટલા લોકોના સીડીઆર ડેટા અમીતસિંઘને આપ્યા. કેટલા લોકો પાસેથી ખંડણી ઉઘરાવી તે મુદ્દે વધુ પુછપરછ શરૂ કરી.