લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એક્શનમાં આવી ગયા છે. ત્યારે આજે કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન તેમણે હાટકેશ્વર બ્રિજ તેમજ ભાજપ પ્રદેશ મહામંત્રીને પાર્સલ પ્રકરણ મુદ્દે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો હતો.
હાટકેશ્વર બ્રિજ તેમજ ભાજપ પ્રદેશ મહામંત્રીને પાર્સલ પ્રકરણમાં કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપની આંતરિક લડાઈ ચરમ સીમાએ પહોંચી ચૂકી છે. પાર્સલ પ્રકરણમાં જાે પાર્સલ મોકલવા વાળાની તપાસ થાય તો તેનો છેડો પણ કમલમ સુધી પહોંચે એમ છે. પોલીસ, પ્રશાસન અને પૈસાના જાેરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ભાજપના ધન સંચય કાર્યક્રમ હેઠળ પહેલા બનાવવામાં ભ્રષ્ટાચાર અને પછી તોડવામાં પણ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા ઘાટ કરતાં ઘડામણ મોંઘી જ હોય છે. મોટું કમિશન કમલમાં પહોંચતું હોવાને કારણે હલકી ગુણવત્તા વાળું કામ થાય છે.
હાટકેશ્વર બ્રિજ મુદ્દે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, હલકી ગુણવત્તા વાળો હાટકેશ્વર બ્રિજ તોડવાનું ટેન્ડર બહાર પડશે તેનું પણ કમિશન પહેલા કમલમમાં નક્કી થશે. બ્રિજ બનાવવા માટે પણ કમિશન અને હવે તોડવા માટે પણ કમિશન લેવાશે. પ્રજાના પૈસાથી ભાજપની તિજાેરી ભરવાનું વ્યવસ્થિત ષડયંત્ર આખા ગુજરાતમા ચાલે છે. ભાજપનો ધન સંચય કાર્યક્રમ શરૂ કર્યો હતો તે જ કાર્યક્રમ અત્યારે પણ લાગી રહ્યો છે.