સુરતમાં પિતા પુત્ર એ પરણીતાને દારૂ પીવડાવી હાથ પગ બાંધીને બળાત્કાર ગુજાર્યો છે. પરણીતાના લેવાના પૈસા નીકળતા પૈસા લેવા ઘરે બોલાવી હતી. પરિણીતા ઘરે જતા ઘરમાં હાજર પિતા-પુત્રએ તેને ચપ્પુ બતાવી ધમકી આપી હતી અને વારાફરતી પિતા-પુત્રએ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો.
સુરતના લાલ દરવાજા વિસ્તારમાં રહેતી ૪૯ વર્ષીય પરિણીતાએ તેના પતિના મિત્રને વેપાર ધંધા માટે બે લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. જે પૈસા પરિણીતાએ પરત માંગતા તેણીને પૈસા લેવાના બહાને ઘરે બોલાવી હતી. પરિણીતા ઘરે જતા ઘરમાં હાજર પિતા-પુત્રએ તેને ચપ્પુ બતાવી ધમકી આપી હતી અને વારાફરતી પિતા-પુત્રએ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી બાદમાં પરિણીતાએ ઘરે આવી પતિને સઘળી હકીકત જણાવી હતી. આ મામલે આખરે પરિણીતાએ મહિધરપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા-પુત્ર સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લાલ દરવાજા વિસ્તારમાં રહેતી પરિણીતા અને તેના પતિ ૧૯૯૬માં ગણપતિની મુર્તિ વેચાણ કરતા હતા તે વખતે શિવકુમાર કિશન પારકરએ મિત્રતા થઈ હતી. ત્યારબાદ શિવકુમારે પરિણીતાને વાતોમાં ફસાવી તેની પાસેથી ધંધો કરવા માટે ૨ લાખ ઉછીના લીધા હતા. લાંબો સમય થતા પરિણીતાએ ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા શિવકુમાર ગત તા ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ પરિણીતાના ઘરે ગયો હતો. તે વખતે પરિણીતાનો ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી ચપ્પુ બતાવી બળજબરી પુર્વક બળાત્કાર કર્યો હતો. ગત તા ૨૬ ઓક્ટોબર ૨૦૧૫ના શિવકુમારે તેના કતારગામ દરવાજા કાજીપુરા ખાતે આવેલા ઘરે બળાત્કાર કર્યો હતો.
ગત તા ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ઉઘરાણી કરતા જતા શિવકુમાર અને તેના પુત્ર વેદાંતે વારાફરતી બળાત્કાર કર્યો હતો. આખરે બનાવ અંગે પરિણીતાએ ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે શિવકુમાર પારકર અને તેના પુત્ર વેદાંત પારકર સામે ગુનો દાખલ કરી શિવકુમારને ઝડપી પાડ્યો છે જયારે તેના પુત્ર વેદાંતની શોધખોળ હાથ ધરી છે.