જૂનાગઢના કેશોદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ચકચારીત ઘટના સામે આવી છે. બસ સ્ટેન્ડ વિસ્તારની ખાનગી શાળાના બસના ડ્રાઈવરની કરતૂતથી સમગ્ર પંથકમાં ફિટકાર વ્યાપી જવા પામી છે. બસ ચાલકે પહેલા સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાને ડરાવી, ધમકાવી દુષ્કર્મ આચર્યાની FIR નોંધાવવામાં આવી છે. ખાનગી શાળાની સ્કૂલ બસના ચાલકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વિગતો મુજબ બસ ચાલકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી, ત્યારબાદ સગીરાને ડરાવી, ધમકાવી દુષ્કર્મ આચર્યાની હ્લૈંઇ નોંધાવી છે.
બસ ચાલક કમલેશભાઈ ગોરડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ પોલીસે બસ ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
DySp બી સી ઠક્કરનું નિવેદન DySp બી સી ઠક્કરે જણાવ્યું કે, કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પોક્સો અને રેપનો બનાવ દાખલ થયેલો છે, જેમાં ભોગ બનનાર કેશોદની એક શાળામાં અભ્યાસ કરે છે, અને તે શાળાની બસમાં અપડાઉન કરે છે. તેમજ આ કામના આરોપી બસના ડ્રાઈવર છે. જેમની સાથે છેલ્લા ચાર મહિનાથી ઈન્સ્ટાગ્રામ પર કોન્ટેકમાં આવ્યા હતા. ત્યારબાદ તેમને બળજબરીથી બોલાવી શારિરીક સંબંધ બાંધી તેમજ તેઓ કોઈને જાણ કરશે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે