અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે કે આજના મા-બાપ માટે આ ચેતવણી સમાન કિસ્સો છે. ઠક્કરનગરમાં ૧૯ વર્ષીય યુવતી સાથે છેડતીની ઘટના ઘટી છે. પાડોશમાં રહેતા યુવકે હાથ પકડી સાથે આવવા માટે જબરદસ્તી કરી હતી. આ બાબતે યુવતીએ ઈન્કાર કરતા તેણે પોતાના કપડા ઉતારી દીધા હતા. જેથી યુવતીએ ગભરાઈ જઈને બુમાબુમ કરતા આરોપી યુવક ફરાર થઈ ગયો હતો. આ અંગે કૃષ્ણનગર પોલીસે છેડતીની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે ઠકકરબાપા નગરમાં વસંનગરના છાપરામાં રહેતી એક યુવતી ઘરનું કામકાજ પતાવીને સવારના ૯ વાગ્યાના સુમારે કપડાં ધોઈને ઘરના ધાબા પર કપડાં સૂકવવા માટે ગઈ હતી. આ સમયે ઘરનો પડોશી મનજી ચેતનભાઈ ચારણ તેના ઘરની સીડી પર બેઠેલો હતો. જેવી યુવતી કપડાં સૂકવવા લાગી એને દોડીને આવીને યુવતીનો હાથ પકડી લીધો હતો.
યુવતીને એ ખેંચી જવા માગતો હતો પણ યુવતીએ આ જબરદસ્તી સામે અવાજ ઉઠાવતાં યુવતીની કપડાં ઉતારવાની મનોકામના રાખતા મનજી ચારણે પોતાના કપડાં જ ઉતારી દીધા હતા.
ગભરાઈ ગયેલી આ યુવતીએ બુમાબુમ કરતાં તેની માતા અને ભાઈ દોડી આવ્યા હતા. આ દરમિયાન મનજી ભાગી ગયો હતો. આ અંગે મહિલા હેલ્પલાઈનમાં ફોન કરતાં પોલીસ દોડી આવી હતી. આમ એક યુવતી પોતાના ઘરના ધાબા પર કપડાં સૂકવી રહી હતી. એ સમયે જ તેની સાથે ખરાબ ઈરાદે આવેલા યુવકે યુવતીની છેડતીનો પ્રયાસ કર્યો હતો પણ યુવતીએ મચક ના આપતાં આખરે તે ભાગી ગયો હતો. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.