અમદાવાદના સિંધુભવન રોડના હાઈફાઈ ગેલેક્સી સ્પાની લોબીનાં શોકિંગ દૃશ્યો હાલ વાયરલ થયા છે. જેમાં એક યુવકે ૪ મિનિટમાં યુવતીને બિલ્ડીંગની ગેલેરીમાં ૮-૧૦ ફડાકા ઝીંક્યા હતા. બિલ્ડીંગના CCTV માં સ્પષ્ટ દેખાયું કે યુવકે યુવતીને વાળ પકડી ઢસડી હતી. એટલુ જ નહિ, દીવાલ સાથે માથું અથડાવી કપડાં ફાડ્યાં હતા. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સમજાવતા પીડિત મહિલાએ સ્પા સંચાલક મોહસીન સામે ફરિયાદ નોંધી છે.

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ ટાઈમ્સ સ્કેવર બિલ્ડીંગમાં ગેલેક્સી સ્પા આવેલું છે. આ સ્પાની બહાર સ્પા સંચાલક એક મહિલાને મારતા હોવાનો સીસીટીવી સામે આવ્યા હતા. સ્પાના મોહસીન નામના સંચાલકે મહિલાને જાહેરમાં બર્બરતાપૂર્વક માર માર્યો હતો. સ્પામાં કામને લઈ બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. જેથી મહિલાને માર મારતા CCTV પણ વાયરલ થયા હતા. ત્યારે આ અંગે આખરે બોડકદેવ પોલીસ એક્ટિવ થઈ હતી. પોલીસે સમજાવતા પીડિત મહિલાએ સ્પા સંચાલક મોહસીન સામે ફરિયાદ નોંધાવી છે.

મહત્વનું છે કે પોશ ગણાતા સિંધુભવન રોડ પર સ્પા સંચાલક દ્વારા એક મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. પીડિત મહિલા અને આરોપીએ પાર્ટનરશિપમાં સ્પા શરૂ કર્યુ હતો. જેમાં કામ કરતી મહિલાને પીડિત મહિલાએ કામને લઈને ઠપકો આપતા આરોપી મોહસીન ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને માર મારવા લાગ્યો હતો. ૨૫ તારીખે બનેલી ઘટનાના વીડિયો વાયરલ થતાં પોલીસે મહિલાનો સંપર્ક કર્યો હતો.

મહિલા ફરિયાદ કરવા માંગતી ન હતી. જે બાદ પોલીસે કાઉન્સેલિંગ કરતા મહિલા ફરિયાદ નોંધાવા તૈયાર થઈ હતી. આખરે સ્પા સંચાલકની દાદાગીરી પર પોલીસ ફરિયાદ થઈ છે. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં સંચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. છોકરીની ફરિયાદ પર બોડકદેવ પોલીસ સ્ટેશનમાં IPCની ધારા 354A.294(b).323 હેઠળ સ્પાના સંચાલક મોહસીન સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. ઘટના ૨૫/૯/૨૩ના રોજ વીડિયો સામે આવીને પોલીસે તપાસ કરી હતી અને છોકરીની કાઉન્સલિંગ કરીને એફઆઈઆર દાખલ કરવા માટે તૈયાર કરી હતી.

પીડિતાએ જણાવ્યું કે, આ વીડિયો વાયરલ થતા પોલીસની ટીમને તેની જાણ થઈ હતી. હું આ બાબતે કંઈ કરવા માંગતી ન હતી. પરંતુ બધાએ મને સમજાવી. પોલીસની ટીમે મને સમજાવી કે, જે આજે તમારી સાથે થયું તે બીજા કોઈ સાથે પણ બની શકે છે. તેથી સૌએ મને સપોર્ટ કર્યું. જે લોકોએ મને સપોર્ટ કર્યો છે તેમનો આભાર, મને સારું લાગ્યું કે કોઈ તો છે અમને સપોર્ટ કરવા માટે. અમે ભલે નોર્થ ઈસ્ટથી છીએ, પરંતું અમારી પાછળ સપોર્ટ માટે પોલીસ અને મીડિયા બંને ઉભી છે. તેથી મને સારું લાગ્યું.

Share.
Exit mobile version