અમદાવાદના નરોડાની હોટલમાં રહેતા એક કપલને અડધી રાતે મોટો કડવો અનુભવ થયો હતો. ઘેર ફર્નિચરનું કામ ચાલું હોવાથી આ કપલે હોટલને રહેઠાણ બનાવ્યું હતું અને છેલ્લા દોઢ મહિનાથી હોટલમાં રહેતું હતું. પરંતુ ગઈ કાલે તેમને હોટલમાં એક કડવો અનુભવ થયો હતો. રાતે ૩ વાગ્યે પત્નીને ભૂખ લાગી હોવાથી પતિ નાસ્તો લેવા નીચે ગયો હતો તેટલામાં પાર્થ પટેલ નામનો આરોપી હોટલની પાઈપ પર ચઢીને ચોથા માળે આવી ગયો હતો અને બારીમાંથી રુમમાં કૂદી આવ્યો અને મહિલા પાસે સેક્સની ડિમાન્ડ કરવા લાગ્યો હતો. ૨૬ વર્ષીય યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના ઘરમાં કોઈ કામ ચાલતું હોવાથી તે દોઢ મહિનાથી નરોડા-મુથુયા વિસ્તારની હોટલમાં રહે છે. સોમવારે બપોરે ૩ઃ૩૦ વાગ્યાની આસપાસ, તેનો પતિ થોડો નાસ્તો લેવા નીચે ગયો હતો. પછી તેને બારી પાસે એક હલનચલનનો અહેસાસ થયો.
ત્યારબાદ આરોપી બારીમાંથી તેના રૂમમાં કૂદી ગયો અને તેને તેની સાથે સેક્સ માણવાનું કહ્યું. જ્યારે તેણે ના પાડી તો તેણે તેની છેડતી કરવાનું શરૂ કરી દીધું. જ્યારે તેણે મદદ માટે ચીસો પાડી તો હોટલનો સ્ટાફ અને તેનો પતિ ઘટના સ્થળે પહોંચી ગયા. એફઆઈઆર મુજબ આરોપીએ તેના પતિ અને તેના પર પણ હુમલો કર્યો હતો. હોટલના સ્ટાફે પોલીસને બોલાવી હતી. ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી પાર્થ પટેલની ધરપકડ કરી હતી. તે સરદારનગરનો રહેવાસી છે. નરોડા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. ભાટિયાએ જણાવ્યું હતું આરોપી પાર્થ પટેલ રોજમદાર છે અને તે ઘણા દિવસોથી મહિલા પર નજર રાખી રહ્યો હતો. પકડાયા બાદ પણ તેણે મહિલાને ગાળો ભાંડી હતી અને તેના પતિ પર હુમલો કરવાની ધમકી આપી હતી. નરાડા પોલીસે પાર્થ પટેલની ધરપકડ કરી છે.