બહારના પિઝા ખાતા પહેલા ચેતજાે. કારણ કે, વધુ એક વખત અમદાવાદમાં પિત્ઝામાંથી વંદો નીકળ્યો છે. ઓનલાઈન ઓર્ડર કરેલા પિત્ઝાના બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. શખ્સે ઓનલાઈન ફુડ ડિલીવરી એપ પર ઓર્ડર કર્યો હતો. અગાઉ એલિસબ્રિજના લા પીનોઝ પિઝા સેન્ટરમાં જીવાત નીકળી હતી. તો બોપલ આઉટલેટમાંથી પણ ફરિયાદ ઉઠી હતી. વંદો નીકળતા છસ્ઝ્રના આરોગ્ય વિભાગને જાણ કરાઈ છે.
અમદાવાદમાં વધુ એક વાર પિત્ઝામાંથી વંદો નીકળ્યો છે. જાેધપુરના પિત્ઝા ગ્રાહકને કડવો અનુભવ થયો. ઓનલાઇન ઓર્ડર કરેલા પીત્ઝાના બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. ઓનલાઇન ફુડ ડિલીવરી એપ પર પિત્ઝા ઓર્ડર કર્યો હતો. ગત સપ્તાહે એલિસબ્રિજ લા પીનોઝ પિત્ઝા સેન્ટરમાં કીડા મકોડા જાેવા મળ્યા હતા. ત્યારે શહેરના પિત્ઝા શોપ અને ડિલિવરી કરનાર વ્યક્તિ શંકાના દાયરામાં આવી છે. આ વિશે ના મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી છે. કારણ કે, બોપલમાં પણ પિત્ઝામાં ગ્રાહકોને માઠા અનુભવ થયો છે.
થોડા સમય પહેલા અમદાવાદ બોપલ વિસ્તારમાં આવેલ લા પિનોઝ રેસ્ટોરન્ટમાં જીવાત નીકળવાની ઘટના બની હતી. આ ઘટના તાજી હતી, ત્યાં બે દિવસ પહેલા ગુજરાત કોલેજ પાસે આવેલ લા પિનોઝ પિત્ઝામાં યુવકોએ ઓર્ડર કરેલા પિત્ઝામાંથી જીવડા નીકળ્યા હતા. આ રેસ્ટોરન્ટમાં કેટલાક યુવકોનું ગ્રૂપ પિત્ઝા ખાવા ગયુ હતું, તેઓએ પિત્ઝાનો ઓર્ડર કર્યો હતો. પિત્ઝા આવતા જ તેઓએ બોક્સ ખોલ્યું, તો અંદરથી ધડાધડ પંદર-વીસ નાના નાના જીવડા બહાર નીકળ્યા હતા.
આ બાદ યુવકોએ સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી રેસ્ટોરન્ટના સ્ટાફે માફી માંગી હતી. પરંતું આ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને પોલીસને જાણ કરાઈ હતી. જેથી તાત્કાલિક લા પિનોઝ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાધ ધરાયુ હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે લા પિનોઝ પિત્ઝા સેન્ટર પહોંચી હતી. જેના બાદ આ પિત્ઝા સેન્ટરને સીલ કરવામાં આવ્યું હતું.