દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્રમાર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃતી અટકાવવા કોસ્ટલ સિક્યુરીટીને ગંભીરતા પુર્વક ધ્યાને લઇ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ હંમેશા પ્રયત્નશીલ છે. આવી સ્થિતિ વચ્ચે ઓખા મરીન પોલીસને સફળતા મળી છે. જેમાં ઓખા પાસે આવેલ સીગ્નેચર બ્રીજ નજીક શંકાસ્પદ બોટ આવતી હોવાની પોલીસના કાને વાત પડી હતી. જેને લઈને પોલીસે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યા અંધારામાં એક શંકાસ્પદ બોટ ઝડપાઇ હતી. જ્યા તપાસ કરતા બોટમાંથી ત્રણ ઇરાની નાગરીક તથા એક ભારતીય નાગરીક મળી આવ્યા હતા. વધુમાં તપાસ દરમિયાન આરોપી મુસ્તુંફા મહંમદ સઇદ, (ઉં.વ.૩૮, ધંધો.માછીમારી, રહેલુરાન મોહલ્લા, જસ્ક શહેર, દેશ ઇરાન) પાસેથી ૧૦,૦૨ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિ.રૂ ૫૧૦૦૦ નો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો.

દ્વારકા ઓખાના સમુદ્રમાંથી પકડાઇ બોટ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક નીતીશ પાંડેએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન પત્રકારોને માહિતી આપતા તેઓએ કહ્યું હતું કે પોલીસે ચોક્કસ બાતમી પરથી સમગ્ર ઓપરેશનમાં સફળતા મેળવી છે. પોલીસ અધિકારીના જણાવાયા અનુસાર ટેકનિકલ ઇનપુટના આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરાયુ હતું. પોલીસે આરોપી આરોપી અશોક કુમાર મુથુરેલા (૩૭ વર્ષ રેહવાસી કોઈયંબતુર, તમિલનાડું),મુસ્તુફા મહમ્મદ સયદ બલુચી (૩૮.વર્ષ, ઈરાન), જાેશમ અલી ઈશક બલુચી (૨૫.વર્ષ, ઈરાન) અને અમીર અલી શાહકરમ બલુચી (૧૯.વર્ષ, ઈરાન) તથાઆનંદ મુથુરેલા (૩૫ વર્ષ રેહવાસી કોઈયંબતુર, તમિલનાડું)ને દબોચી લીધા હતા. તપાસમાં આરોપીઓ પાસેથી ૧ થુરાયા સેટેલાઈટ ફોન, ૮ મોબાઈલ ફોન, ૧૦ ગ્રામ હેરોઇન, લેપ ટોપ, ૨૫૦૦૦૦ ઈરાની રિયાલ(પૈસા), ૧ બોટ,૧૫ છ્‌સ્ કાર્ડ તથા ૨ પાસ પોર્ટ, ૧ ખ્તॅજ ડીવાઈસ સહિત નો મુદામાલ કબજે કરાયો હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.

Share.
Exit mobile version