Asia Cup and 2027 : ટી-20 વર્લ્ડ કપ પછી પણ ક્રિકેટનો રોમાંચ જારી રહેવાનો છે. હાલમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર છે. જ્યાં તે T-20 અને ODI શ્રેણી રમી રહી છે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફી (ODI)નું પણ આયોજન થવાનું છે. આ અંગે પાકિસ્તાનમાં તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન, આવતા વર્ષે યોજાનાર એશિયા કપ અને 2027 માં યોજાનારી આ ટૂર્નામેન્ટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ભારત એશિયા કપ 2025ની યજમાની કરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એશિયા કપ 2025ની યજમાની ભારત કરશે. તે T-20 ફોર્મેટમાં હશે. જ્યારે બાંગ્લાદેશ 2027 એશિયા કપની યજમાની કરશે. જેનું આયોજન ODI ફોર્મેટમાં કરવામાં આવશે. રિપોર્ટમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા જારી કરાયેલ IEOI દસ્તાવેજને ટાંકવામાં આવ્યો છે.