ગુજરાતમાં દિવસેને દિવસે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં તો છેલ્લા એક મહિનામાં હાર્ટ એટેકનાં ૪૫૦ કેસ નોંધાયા છે. જેથી વહીવટી તંત્રનીચિંતા વધી ગઈ છે. તેવામાં આજે હાર્ટએટેકથી વધુ એક યુવકનું મોત નિપજ્યું છે. જી હા… સુરેન્દ્રનગર વિસ્તારમાં સાયલાના સુદામડામાં ૨૫ વર્ષીય કલ્પેશ ચાવડા નામના યુવકનુ મોત નિપજ્યું છે.પોલીસ ભરતી માટે દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, તે દરમિયાન દોડતા દોડતા જ અચાનક યુવક રસ્તા પર ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સાયલા સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે હાર્ટએટેકના કારણે યુવકનુ મોત નિપજ્યું હોવાનુ જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ જાેવા મળી રહ્યો છે.
જાેકે, આ પહેલીવાર નથી જ્યારે રાજ્યનાં ૨૦થી ૨૫ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોય. કોરોનાકાળ બાદ રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં જાેરદાર ઉછાળો આવ્યો છે. જેના કારણે અનેક યુવાનોએ મોતાની જિંદગી ગુમાવી છે. ત્યારે સુરેન્દ્રનગર વિસ્તારમાં સાયલાના સુદામડામાં ૨૫ વર્ષીય કલ્પેશ ચાવડા પોલીસ ભરતી માટે દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમિયાન દોડતા દોડતા જ અચાનક યુવક રસ્તા પર ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે હાર્ટએટેકના કારણે યુવકનુ મોત નિપજ્યું હોવાનુ જાહેર કર્યું હતું.
દર મહિને રાજકોટ શહેર અને જિલ્લામાં ૪૦૦ થી ૪૫૦ જેટલા હાર્ટ એટેકના કેસ નોંધાઈ રહ્યા છે. ૧૦૮ દ્વારા હાર્ટ એટેકના કેસ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારમાં ૪૨ અને શહેરી વિસ્તારમાં ૨૨ છે. દરરોજ ૧૫ જેટલા કેસ સામે આવી રહ્યા છે. ૧૦૮ એમ્બ્યુલન્સમાં AED મશીન પણ રાખવામાં આવ્યા છે, જેથી હૃદય બંધ પડી ગયું હોય તો શોક આપી શરૂ કરી શકાય. જે વિસ્તારમાં અર્વાચીન રાસોત્સવમાં થતા હશે તેને હોટ સ્પોટ પણ જાહેર કરવામાં આવશે. જ્યાં એમ્બ્યુલન્સ સતત આંટાફેરા કરતી રહેશે. ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આયોજકોને પણ એમ્બ્યુલન્સ માટે ઇમરજન્સી ગેટ આપવા સૂચના આપવામાં આવી છે.