બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાન હાલમાં પોતાની ફેમિલી સાથે લંડનમાં છે. છેલ્લા એક મહિનાથી તે પોતાના પરિવાર સાથે લંડનમાં જ છે. સોશિયલ મીડિયા પર સતત તસવીરો અને વીડિયો શેર કરી રહી છે.
આ વચ્ચે એક્ટ્રેસને લઈને ઈન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિએ કંઈક એવું કહ્યું છે જેનાથી કરીનાના ચાહકો હેરાન રહી ગયા છે. હાલમાં નારાયણ મૂર્તિનો એક જૂનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે બેબો સાથે પોતાની ફ્લાઈટનો કિસ્સો શેર કર્યો છે. ઈન્ટરનેટ પર હાલમાં નારાયણ મૂર્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જૂનો છે. આ વીડિયોમાં નારાયણ મૂર્તિ જણાવી રહ્યા છે કે, એક દિવસ હું લંડનથી આવી રહ્યો હતો અને મારી બાજુ વાળી સીટ પર જ કરીના કપૂર ખાન બેઠી હતી. ફ્લાઈટમાં કરીનાના ઘણા ચાહકો હતા. જે તેમની પાસે આવી રહ્યા હતા અને તેમને હેલ્લો બોલી રહ્યા હતા. પરંતુ કરીનાએ કોઈને જવાબ આપવાની પણ તસ્દી ન લીધી. તેમણે આગળ જણાવ્યું કે, આ બધુ જાેઈને હું હેરાન રહી ગયો હતો.
જાેકે, લોકો મારી પાસે પણ આવી રહ્યા હતા મેં તેમની સાથે ઉભા થઈને વાત કરી. મેં કોઈકને એક મિનિટ આપી તો કોઈને અડધી મિનિટ આપી. તે લોકો બસ આ જ ઉમ્મીદ કરી રહ્યા હતા. જાેકે તેમના પત્ની સુધા મૂર્તિએ કરીના કપૂર ખાનનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, ફિલ્મ સ્ટાર્સના મિલિયન ચાહકો હોય છે. એવું બની શકે કે, તે થાકી ગઈ હોય. આ વીડિયો બાદ હવે યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે, તે એટિટ્યૂડમાં હશે. એકે લખ્યું, પહેલી વખત હું નારાયણ મૂર્તિ સાથે સહમત છું અને સુધા મૂર્તિ સાથે અસંમત છું. બીજાએ લખ્યું, એટલે જ કરીનાનું ગ્લેમર ખતમ થઈ ગયા પછી કોઈને યાદ પણ નહીં હોય કે કરીના કોણ હતી. જાે કે આ સમાચાર પર કરીના કપૂર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.