બુદ્ધા હૈંડ ફળનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? આપણામાંથી અનેક લોકોએ આ ફળનું નામ સાંભળ્યું નહીં હોય. પણ આ ફળ ભારત અને ચીનના અમુક ભાગમાં જ મળે છે. ભારતના નોર્થ ઈસ્ટમાં આ અનોખું ફળ જાેવા મળે છે. આ ફળ ભગવાન બુદ્ધની ધ્યાન મુદ્રાવાળા હાથની માફક હોય છે. એટલા માટે તેને બુદ્ધા હૈંડ કહેવાય છે. બુદ્ધા હેન્ડને બુશુકાન પણ કહેવાય છે. ટીઓઆઈના રિપોર્ટ અનુસાર, બુદ્ધા હેન્ડ સાઈટ્રસ ફ્રુટ હોય છે એટલે કે વિટામિન સીથી ભરપૂર હોય છે. તેનો રંગ લીંબૂની છાલ જેવો હોય છે. આ સુગંધી ફળ છે. આ ફલનો જામ અને મુરબ્બો બનાવામાં આવે છે. બુદ્ધા હેન્ડથી પરફ્યૂમ પણ બનાવામાં આવે છે. બુદ્ધા હેન્ડ કેટલીય બીમારીઓમાં રામબાણની માફક કામ કરે છે. પેન રિલીફ- ન્યૂઝ બાઈટના જણાવ્યા અનુસાર બુદ્ધા હેન્ડનો ઉપયોગ કેટલાય પ્રકારના દુખાવામાં થાય છે. નોર્થ ઈસ્ટમાં દુખાવામાં તેનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. બુદ્ધા હેન્ડમાં પેન રિલીવિંગ એજન્ટ કોમારિન, બર્ગાપ્ટેન, ડાયોસમિન અને લિમોનિન જાેવા મળે છે. તે એન્ટી ઈંફ્લામેટરી ગુણથી ભરેલ હોય છે, જે દરેક પ્રકારના સોજા ઓછા કરે છે. પછી તે સ્કીનમાં ક્યાં કટ લાગ્યા, ઈજા થઈ હોય કે સર્જરી, દરેક પ્રકારના દુખાવામાં તેનો ઉપયોગ થાય છે. ઈંફેક્શન થવા દેતું નથી- બુદ્ધા હેન્ડ કેટલાય પ્રકારના ઈંફેક્શનને શરીરમાં થતાં રોકે છે. બુદ્ધા હેન્ડ ઈમ્યુનિટીને બૂસ્ટ કરે છે.
બુદ્ધા હેન્ડમાં પોલીસૈકરાઈડ્સ હોય છે, જે હાનિકારક બેક્ટેરિયાને મારી દે છે અને ઈમ્યૂન સિસ્ટમને વધારે છે. ગેસ્ટ્રો સમસ્યામાંથી છુટકારો-બુદ્ધા હેન્ડ એન્ટી ઈંફ્લામેટરી હોય છે. તે આંતરડામાં સોજાને ખતમ કરે છે. એટલું જ નહીં બુદ્ધા હેન્ડ સ્ટોમેકની લાઈનિંગથી બચાવે છે. તે કોન્સ્ટિપેશન, બ્લોટિંગ, ડાયરિયા, ક્રેંપ અને પેટ દુખાવામાંથી રાહત અપાવે છે. બ્લડ પ્રેશર કંટ્રોલ- બુદ્ધા હેન્ડ વેસોડાયલેટરની માફક કામ કરે છે અને કોરોનરી બ્લડ વૈસલ્સને રિલેક્સ પહોંચાડે છે. તેની સાથએ જ આ બ્લ઼ડ વૈસલ્સમાં જામેલી ગંદકીને પણ દૂર કરે છે. રિપોર્ટ અનુસાર, બુદ્ધા હેન્ડ બ્લડ સર્કુલેશનને ઝડપી કરીને સ્ટોક અને હાર્ટ અટેકથી બચાવે છે. શ્વાસ સંબંધિત તકલીફો દૂર કરે- સાઈટ્રસ ફ્રુટ હોવાના કારણે તે શ્વાસ સંબંધિત બીમારીઓની સારવારમાં રામબાણ સાબિત થાય છે. બુદ્ધા હેન્ડ કફને હરાવવામાં મદદ કરશે અને વાયુમાર્ગને સાફ કરીને વધારે ખાંસી, કફ અથવા શરદીને દૂર કરે છે. શ્વાસ સંબંધિત અન્ય સમસ્યાઓમાં તે ખૂબ જ કારગર સાબિત થાય છે. બુદ્ધા હેન્ડ ત્વરિત દુખાવામાંથી રાહત અપાવે છે.