ગુજરાતમાં નવરાત્રિના મહોત્સવ સમયે જ હાર્ટ એટેકના કેસ વધી રહ્યાં છે. છેલ્લા ૨ દિવસમાં જ હાર્ટ એટેકથી ૨૧ લોકોનાં મોત થયા છે. તો ઈમરજન્સી સેવા ૧૦૮માં પણ હૃદયની સમસ્યાની ફરિયાદના કોલ વધ્યા છે. ગુજરાતમાં ગરબા રમી રહેલા લોકોએ ૧૧૦૦થી વધારે ઈમરજન્સી કોલ કર્યા છે. હાર્ટ એટેક મોત બાદ સરકાર પણ એલર્ટ થઈ છે. ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સરેરાશ ૮૪ કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે આજે સવારથી લઈને અત્યાર સુધી ત્રણ લોકોના હાર્ટએટેકથી જીવ ગયા છે.
ગુજરાતમાં હવે હાર્ટએટેકથી ડર લાગી રહ્યો છે. ગુજરાતીઓ માટે હાર્ટએટેક હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આપણા નવરાત્રિ મહોત્સવમાં પણ લોકોનો જીવ જઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકના ઉત્તરોત્તર કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગનું તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. ત્યારે માત્ર બે દિવસમા ગુજરાતમાં હાર્ટએટેકને કારણે ૨૧લોકોના જીવ ગયા છે. તો આજે ત્રણ લોકોને છાતીમા દુખાવો ઉપડતા મોત થયા છે. ગુજરાતમાં નવરાત્રીના ૬ દિવસમાં ગરબે રમતાં ૧૧૦૦ લોકોને તકલીફ થઈ હતી અને તેમણે ૧૦૮ પર ઘણા ઈમરજન્સી કોલ આવ્યાં હતા.
ગીર સોમનાથના તાલાળામાં હાર્ટ એટેકથી બે લોકોના મૃત્યુ થયા છે. તાલાળાના રહીશ જેબુનબેન અહમદભાઈ સવારે ૧૦ વાગ્યે હિરણ નદીમાં કપડાં ધોવા ગયા હતા ને અચાનક જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે. જ્યારે તાલાલા તાલુકાના ગાભા ગામના નવયુવાન નિકુંજ પરમાર નું તેમના ઘરે જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. હાલ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધુને વધુ સામે આવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં હાર્ટ એટે થી બે લોકોના મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં ચિંતા પ્રસરી છે.
સાબરકાંઠાના ઇડરના સાબલવાડ કંપામાં ૪૨ વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. ગત રાત્રીના સમયે ખેડૂત ભરતભાઈ પટેલ ઘરમાં ઢળી પડ્યા હતા. તેમને છાતીના ભાગે રાત્રિ દરમ્યાન છાતીના ભાગે અસહ્ય દુખાવો થતાં અચાનક ઢળી પડ્યા હતા. તેમને સારવાર માટે લઈ જવાતા તબીબે તેમને યુવાન ખેડૂતને મૃત જાહેર કરતા પરિવારના માથે આભ તુટી પડ્યું. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ નાની ઉંમર માં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. સાબરકાંઠામા એક સપ્તાહમાં હાર્ટ એટેકનો ત્રીજાે બનાવ સામે આવ્યો છે. હિંમતનગર, પ્રાંતિજ અને ઇડર તાલુકામાં હાર્ટએટેકથી મોતના બનાવ બન્યા છે.
હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ બનવાના કારણે લોકોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં સરેરાશ ૮૪ કેસ નોંધાયા છે. ૨ દિવસમાં ૧૦થી વધારે હાર્ટ અટેકથી મૃત્યુ થયા છે. પ્રથમ ૭ નોરતામાં સાંજે ૬થી રાત્રે ૨ દરમિયાન કેસ વધ્યા છે. આમ, અમદાવાદમાં સૌથી વધુ કુલ ૧૬૬ કેસ નોંધાયા છે.હૃદયની ઈમરજન્સીના કેસ મામલે અમદાવાદ મોખરે છે. સુરતમાં સરેરાશ ૮ કેસ, રાજકોટમાં ૬ કેસ નોંધાયા છે. વડોદરામાં સરેરાશ ૪ જેટલાં કેસ નોંધાયા છે.