Aadhaar Card: શું કોઈએ તમારા Aadhaar Cardનો કર્યો છે ખોટો ઉપયોગ? આવું કરો અને 6 મહિનાની history મેળવો

Aadhaar Card: શું કોઈએ તમારા આધાર કાર્ડનો દુરુપયોગ કર્યો છે? તમે આ સરળતાથી શોધી શકો છો. આ માટે તમારે કેટલાક પગલાં ફોલો કરવા પડશે.

Aadhaar Card: આધાર કાર્ડ એ એક મહત્વપૂર્ણ સરકારી ઓળખપત્ર છે. જેનો ઉપયોગ ઘણી મહત્વપૂર્ણ સેવાઓ અને દસ્તાવેજો માટે થાય છે. સરકારી અને ખાનગી સ્થળોએ ઓળખ પુરાવા અને સરનામાના પુરાવા માટે પણ આધારનો ઉપયોગ થાય છે.

આધાર કાર્ડને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ ટીપ્સ

આજના સમયમાં આધાર કાર્ડનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે – ચાહે તો બેંક અકાઉન્ટ ખોલવું હોય કે કોઈ સરકારી સેવા મેળવવી હોય. પણ જો આધાર કાર્ડ ખોટા હાથે પડી જાય, તો તેનો ઉપયોગ સાયબર ક્રાઇમ માટે થઈ શકે છે. આવા મામલાઓ રોજે રોજ વધતા જઈ રહ્યા છે.

જો તમને ખબર નથી કે છેલ્લા 6 મહિનામાં તમારું આધાર કાર્ડ કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવ્યું છે, તો તમે આ માહિતી સરળતાથી ઘેરબેઠાં મેળવી શકો છો.

UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એ યુઝર્સ માટે એક નવી સર્વિસ શરૂ કરી છે, જેના માધ્યમથી તમે તમારા આધાર કાર્ડની છેલ્લાં 6 મહિનાની સંપૂર્ણ Authentication History ચેક કરી શકો છો.

 આ સર્વિસથી તમે શું જાણી શકો?

  • તમારા આધારનો ક્યારેય અને ક્યાં ઉપયોગ થયો

  • eKYC કે બાયોમેટ્રિક વેરિફિકેશન થયું છે કે નહીં

  • કોઈ અજાણ્યો ટ્રાન્ઝેક્શન કે misuse થયો છે કે નહિ

 કેવી રીતે ચેક કરશો Authentication History:

  1. UIDAI ની વેબસાઈટ પર જાઓ – https://resident.uidai.gov.in

  2. Aadhaar Authentication History પર ક્લિક કરો

  3. તમારું આધાર નંબર નાખો અને Captcha ભરો

  4. OTP દ્વારા લોગ ઇન કરો

  5. તમે 6 મહિનાની history માટે તારીખ પસંદ કરી શકો છો

  6. તમને બધાં ટ્રાન્ઝેક્શન/વેરિફિકેશન બતાવશે

આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં-ક્યાં થયો છે, કેવી રીતે જાણશો?

હવે UIDAI દ્વારા આપવામાં આવેલી સર્વિસથી તમે તમારા આધાર કાર્ડનો છેલ્લાં 6 મહિનામાં ક્યાં- ક્યાં ઉપયોગ થયો છે તે સરળતાથી જોઈ શકો છો. આ માટે તમારે myAadhaar પોર્ટલ પર જઈને નીચે આપેલા પગલાં અનુસરવા પડશે:

આધાર Authentication History ચેક કરવાની રીત

  1. સૌપ્રથમ myAadhaar પોર્ટલ પર જાઓ.

  2. ત્યાં તમારું 12-અંકનું આધાર નંબર નાખો અને Captcha Code ભરો.

  3. હવે ‘Login with OTP’ પર ક્લિક કરો.

    • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, તે દાખલ કરો.

  4. લૉગિન થયા પછી ‘Authentication History’ નો વિકલ્પ પસંદ કરો.

  5. હવે તમે જે તારીખથી જોઈવી છે તે પસંદ કરો (મહત્તમ 6 મહિનાની હિસ્ટ્રી જોઈ શકાય છે).

  6. હવે સ્ક્રીન પર તમને એક લિસ્ટ જોવા મળશે, જેમાં બતાવ્યું હશે કે તમારા આધારનો ક્યાં-ક્યાં અને ક્યારે ઉપયોગ થયો છે.

 આ સેવાનાં ફાયદા:

  • તમે કોઈ અનધિકૃત વપરાશને ઓળખી શકો છો.

  • આધાર ડેટા સુરક્ષિત છે કે નહિ તે ચેક કરી શકો છો.

Share.
Exit mobile version