ભ્રષ્ટાચારીઓએ માઝા મૂકી હોય એમ લાંચની માંગણી કરી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યના ગૃહ વિભાગે આવા ભ્રષ્ટાચારીઓને ઝડપી લેવા માટે અભિયાન ચલાવ્યુ હોય એમ ભ્રષ્ટાચારીઓને ઝડપવામાં આવી રહ્યા છે. અમદાવાદના ધોળકા રુરલ પોલીસ સ્ટેશનનો ASI લાંચ લેતા ઝડપાયો હતો. આરોપી આસીસ્ટન્ટ સબ ઈન્સપેક્ટરે એક પ્રેમી જાેડુ ફરાર થઈ જવાના કેસમાં આરોપી યુવકને રજુ કરવા માટે થઈને લાંચ માટે શરુઆતમાં ૫ થી ૭ લાખ રુપિયાની રકમ માંગી હતી.
સગીર વયની પ્રેમિકા સાથે યુવક ભાગી ગયો હતો. જેને લઈ અસલાલી પોલીસ મથકમાં સગીરાના પરીવારજનોએ અરજી કરી હતી.
સગીરાને શોધી નિકાળાતા યુવક પાસેથી પોતાના ઘરે પરત ફરી હતી. પરંતુ આરોપી યુવક પોલીસ મથકે અરજી હોવાને લઈ પરત ફર્યો નહોતો. જે હાજર થવા માટે થઈને ASI ની સાથે વાતચીત કરતા ૫ થી ૭ લાખ રુપિયાની લાંચ માંગી હતી. જેને લઈ એસીબીનો સંપર્ક કરતા છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ.
એસીબીમાં ફરિયાદ નોંધાવનારનો ભત્રીજાે તેમના નજીકના ગામની એક યુવતીને લગ્નના ઈરાદે ભગાડી ગયો હતો. યુવતીની ઉંમર ૧૮ વર્ષ કરતા ઓછી હતી. આમ યુવતી ગૂમ થવાને લઈ તેના પરિવારજનોએ અસલાલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસે અરજીના આધારે તપાસ શરુ કરી હતી. આ દરમિયાન સગીર યુવતી પરત મળી આવતા તેને કાસીન્દ્રા આઉટ પોલીસ સ્ટેશન લઈ જઈને રજૂ કરવામાં આવી હતી. જ્યાં સમાધાનની વાતચીત કરવામાં આવી હતી.