બોલિવૂડનું લોકપ્રિય કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ અવારનવાર સમાચારોમાં રહે છે. તેમના લગ્ન ડિસેમ્બર ૨૦૨૧માં થયા હતા. વિકી અને કેટરીનાની જાેડી ચાહકોને ઘણી પસંદ છે. વિકી અને કેટરીનાના લગ્ન પછી ચાહકો તેમની કેમેસ્ટ્રીને પડદા પર જાેવા માંગે છે. હવે વિક્કી કૌશલે કહ્યું કે તેને કેટરિના સાથે ફિલ્મો કરવાની ઘણી ઓફર મળી છે, પરંતુ તેણે હજુ સુધી કોઈ ઓફર સ્વીકારી નથી.
એક ઈન્ટરવ્યુમાં વિકી કૌશલે કહ્યું હતું કે અમને સાથે ફિલ્મો કરવાની ઑફર મળી છે. પરંતુ સાચી વાત એ છે કે જ્યારે તમે એ રોલમાં ફિટ બેસો ત્યારે તમને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવે છે. એટલા માટે નહીં કે ચાહકો તે બે લોકોને સાથે જાેવા માંગે છે.
વિકીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીમાં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે માનુષી છિલ્લરની સામેની ભૂમિકામાં હતો. હવે તે સામ બહાદુરમાં જાેવા મળશે. આ ફિલ્મમાં ફાતિમા સના શેખ, શનાયા મલ્હોત્રા જેવા સ્ટાર્સ જાેવા મળશે.
કેટરિના કૈફની વાત કરીએ તો તે ફિલ્મ ટાઈગર ૩માં જાેવા મળવાની છે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં છે. ‘ટાઈગર ૩’ના ટીઝરમાં ફરી એકવાર કેટરિના અને સલમાન ખાનને સ્ક્રીન શેર કરતા જાેઈને ચાહકોની ખુશીની કોઈ સીમા નથી.
ટાઈગર ૩ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો સલમાન ખાન અને કેટરિના કૈફ ઉપરાંત ઈમરાન હાશમી પણ આ ફિલ્મમાં જાેરદાર એક્ટિંગ કરતા જાેવા મળશે. ઈરમાન આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જાેવા મળશે.આ પહેલા આ જાેડી ટાઈગર ફ્રેન્ચાઈઝીની પ્રિક્વલમાં પણ જાેવા મળી હતી. આ સિવાય કેટરીના મેરી ક્રિસમસમાં જાેવા મળશે. તમને જણાવી દઈએ કે છેલ્લી વખત કેટરીના ફોન ભૂતમાં જાેવા મળી હતી. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ ચાલી નહોતી. ફિલ્મને સારા રિવ્યુ મળ્યા નહોતા.