તેજસ ફિલ્મની રીલીઝ પહેલા અભિનેત્રી કંગના રણૌત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે લીધી છે. આ મુલાકાત દરમિયાન કંગના સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાની ઝલકથી મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. ર્જીંેં નોંધપોથીમાં કંગના રણૌતે પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. કંગના જણાવ્યું કે, લોખંડી સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર દેશનું ગૌરવ છે.
અભિનેત્રી કંગના રણૌત કહ્યું કે, મને ગર્વ છે કે આજે આ મહાન પ્રતિભાને સલામ કરવાનો મને મોકો મળ્યો છે. અત્રે જણાવીએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉત્તમ જાળવણીની અંગે તેમણે પ્રશંસા કરી છે. તેમજ સ્વચ્છતા અને સુવિધાઓની પણ પ્રશંસા કરી સત્તામંડળને અભિનંદન પાઠવ્યા હતાં.
આ પ્રસંગે ર્જીંેંનાઉદિત અગ્રવાલ અને નર્મદા જિલ્લાના કલેક્ટર શ્વેતા તેવટિયાએ કંગનાને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રતિકૃતિ અને પુસ્તિકા આપીને તેમનું સ્વાગત કર્યું હતું. ‘કેમ છો ગુજરાત..’કંગના રણૌત ઉમેર્યું કે, કેમ છો ગુજરાત.. ગુજરાતનો જ નહી પરંતુ સંપૂર્ણ ભારતનો અભિમાન છે. મને ગર્વે છે કે, આજે આ મહાન સ્ટેચ્યૂને સલામ કરવાનો મોકો મળ્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાત ટૂરીઝમને હું અભિનંદન આપું છે.