Adani
અદાણી ગ્રુપ આગામી દિવસોમાં મધ્યપ્રદેશમાં 1.10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ ઇન્વેસ્ટ મધ્યપ્રદેશને સંબોધતા જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ મધ્યપ્રદેશમાં પમ્પ્ડ સ્ટોરેજ, સિમેન્ટ, માઇનિંગ, સ્માર્ટ મીટર અને થર્મલ એનર્જી ક્ષેત્રમાં 1.10 લાખ કરોડનું રોકાણ કરશે, જેનાથી 2030 સુધીમાં રાજ્યમાં 1.20 લાખ રોજગારની તકો ઉભી થશે.
ગૌતમ અદાણીએ ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ‘ઇન્વેસ્ટ મધ્ય પ્રદેશ’ના ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે તેમનું જૂથ 1,00,000 કરોડ રૂપિયાના વધારાના રોકાણ સાથે ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી,
એરપોર્ટ પ્રોજેક્ટ અને કોલસા-ગેસિફિકેશન પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી રહ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં અદાણી ગ્રુપની સફર હજુ પણ લાંબી ચાલશે. ગૌતમ અદાણીએ કહ્યું, “આજે, મને પમ્પ્ડ સ્ટોરેજ, સિમેન્ટ, ખાણકામ, સ્માર્ટ-મીટર અને થર્મલ એનર્જી ક્ષેત્રોમાં રૂ. 1,10,000 કરોડથી વધુના નવા રોકાણોની જાહેરાત કરતા ગર્વ થાય છે.” આ બહુ-ક્ષેત્રીય રોકાણ 2030 સુધીમાં મધ્યપ્રદેશમાં 1,20,000 થી વધુ નોકરીઓનું સર્જન કરશે.