ગુજરાતમાં ગત જુલાઈ મહિનામાં ગૃહવિભાગમાં પોલીસની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો હતો. (પીએસઆઈટ્રાન્સફર)જેમાં પોલીસ વિભાગમાં બિન હથિયારધારી ૬૩ પીએસઆઈઅને ૨૨ પીઆઈ બદલીના આદેશ થતાં પોલીસ વિભાગમાં અનેક પોલીસ કર્મીઓને ઝટકો લાગ્યો હતો. ત્યારે હવે અમદાવાદમાં અચાનક પોલીસ કમિશ્નરે ૫૬ પીએસઆઈની બદલીનો આદેશ કરતાં પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.પોલીસ કમિશ્નરના હૂકમમાં જણાવ્યું છે કે, વહિવટી કારણોસર કરવામાં આવેલી બદલીઓને ધ્યાને રાખીને (જીએસ મલિક )જે તે અધિકારીએ તાત્કાલિક પોતાના બદલીના સ્થળે હાજર થઈને રીપોર્ટ કરવાનો રહેશે. શહેરમાં અચાનક બદલીનો ઓર્ડર થતાં પોલીસ કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

અમદાવાદ શહેરમાં મનપસંદ જિમ ખાનામાં રેડ પછી દરિયાપુરના પીઆઈ પણ બદલી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના ૩ પીઆઇની પણ બદલી કરવામાં આવી છે. ખોખરા, ઈઓડબલ્યુઅને એસઓજીના પીઆઈ પણ બદલી કરવામાં આવી છે. દરિયાપુરના મનપસંદ જીમખાનામાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને ૨૭ જુગારીઓને પકડ્યા હતા.

મનપસંદ જીમખાનાનની આડમાં જુગાર અડ્ડો ચલાવનારા ગોવિંદ ઉર્ફે ગામના પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરીને ૧૮૦ જેટલા જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે પકડ્યા હતા. અત્યાર સુધી ૧૦થી વધારે વખત મનપસંદ જીમખાનામાં દરોડા પડી ચુક્યા છે.

Share.
Exit mobile version