અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદ બાદ અચાનક જ મચ્છર જન્ય અને પાણી જન્ય કેસમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાનાં કેસમાં વધારો થયો છે. જેમાં પાછલા મહિનાની સરખામણીએ ડેન્ગ્યુનાં કેસમાં ભારે વધારો થયો છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા ૧૦ દિવસમાં ડેન્ગ્યુનાં ૨૧૮ કેસ નોંધાયા છે. મચ્છજરન્ય અને પાણી જન્ય રોગોનાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ ડેન્ગ્યુનાં કેસ નોંધાયા છે. પાછલા મહિનાની સરખામણીમાં કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. પાછલા મહિને ડેન્ગ્યુનાં કુલ ૮૦૫ કેસ નોંધાવા પામ્યા હતા. જેની સામે ચાલુ મહિને ૧૦ દિવસમાં ડેન્ગ્યુનાં ૨૧૮ કેસ નોંધાવા પામ્યા છે.
અમદાવાદ શહેરમાં ચાલુ માસ દરમિયાન રોગચાળાનાં આંકડા પર નજર કરીએ તો ૧૦ દિવસમાં ચાલુ મહિનામાં ડેન્ગ્યુનાં ૨૧૮ કેસ, મેલેરિયાનાં ૩૧, ચિકનગુનિયાનાં ૨ કેસ. ઝાડાઉલ્ટીનાં ૧૫૫ કેસ, ટાઈફોઈડનાં ૧૪૦, કમળાનાં ૬૧, કોલેરાનાં ૩ કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં ઝાડા ઉલ્ટીનાં ૭૮૪, કમળાનાં ૨૦૭, ટાઈફોઈડનાં ૬૯૧ અને કોલેરાનાં ૨૬ કેસ નોંધાવવા પામ્યા છે.
આ બાબતે મેડિકલ હેલ્થ ઓફિસર ર્ડા. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રિલમાં ચાર હજાર જેટલા પાણીનાં સેમ્પલ કોર્પોરેશનનાં હેલ્થ વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. જેમાં જૂન મહિનામાં ૧૨૫ સેમ્પલ, જુલાઈ મહિનામાં ૧૧૮ સેમ્પલ લેવામાં આવ્યા છે.
તેમજ અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને મચ્છરજન્ય કેસ બાબતે ચાલુ માસમાં ડેન્ગ્યુનાં ૨૧૮ કેસ નોંધાવવા પામ્યા છે. આ સાથે સાથે સાદા મેલેરિયાનાં ૩૭ કેસ જ્યારે ઝેરી મેલેરિયાનાં ૫ કેસ નોંધાવવા પામ્યા છે. ત્યારે કોર્પોરેશન દ્વારા હાલમાં કન્સ્ટ્રક્શન સાઈટ તેમજ જે કોમર્શિયલ એકમ છે. ત્યાં હાલમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને તેમજ અઠવાડિયા દરમ્યાન કોર્પોરેશન દ્વારા છ લાખ જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. સાથે સાથે ફીવરનો કોઈ પણ દર્દી હોય જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ હોય તમામનું નિદાન તેમજ સારવાર અર્બન હેલ્થ સેન્ટર ખાતે મળી રહે તે પ્રમાણે તે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિને એડમીટ કરવાની જરૂર જણાય તો કોર્પોરેશનનાં સીએચસી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આ માટે અલાયદા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીનાં ચાલુ માસ દરમ્યાન ૧૫૫ કેસ, કમળાનાં ૬૧ કેસ, ટાઈફોઈડનાં ૧૪૦ કેસ તેમજ કોલેરાનાં ત્રણ કેસ નોંધાયા છે. ત્યારે હાલ કોર્પોરેશન દ્વારા જે જગ્યાએ દૂષિત પાણીની ફરિયાદ આવે છે તે જગ્યાએ પાણીનાં સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે. ગયા મહિને ચાર હજારથી પણ વધારે પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ૪૮ સેમ્પલ અનફીટ આવ્યા છે. મુખ્યત્વે જ્યાં દૂષિત પાણીની ફરિયાદ આવતી હોય છે તેમજ જ્યાં પ્રદૂષિત પાણી દેખાતું હોય છે. તે જગ્યાએ સેમ્પલ લઈ કોર્પોરેશન દ્વારા તેમજ એન્જીનીંયરીંગ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શહેરનાં દક્ષિણ વિસ્તારમાં તેમજ પૂર્વ વિસ્તારમાંથી દૂષિત પાણીની ફરિયાદ વધુ પ્રમાણમાં નોધાય છે.