અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે ડુપ્લિકેટ વિઝા બનાવીને દેશમાં રહેતા રશિયન નાગરિકને ઝડપી લઈ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં વિદેશથી મંગાવવામાં આવેલ ૨૦ પેકેટ ડ્રગ કેસમાં સાયબર ક્રાઈમ દ્વારા એક રશિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. ૨૦ પાર્સલમાંથી એક પાર્સલ આરોપીનું હોવાનુ સામે આવ્યું છે. આરોપી છેલ્લા ૩ વર્ષથી દેશમાં ગેરકાયદેસર રીતે રહીને દેશભરના એરપોર્ટનો ઉપયોગ કરી ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. આરોપીએ ડ્રગ્સના વેપાર માટે હિન્દી પણ શીખીને ડ્રગ્સનો વેપાર શરૂ કર્યો હતો. સાયબર ક્રાઈમે આરોપીની મનાલીથી ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીના વર્ષ ૨૦૨૦ના જુલાઈમાં વિઝા પૂરા થઈ ગયા હતા તેમ છતાં ૩ વર્ષથી ખોટી રીતે રહીને ડ્રગ્સનો કારોબાર કરતો હતો.આરોપી ફોરેન પોસ્ટ ઓફિસમાં ડ્રગ્સ મંગાવીને ગોવા મોકલતો હતો. આરોપી દરેક પાર્સલ ઉપર ૧૦૦ ડોલર કમાતો હતો. આરોપી ગોવામાં રહીને એક ગેંગ ચલાવે છે. જેમાં અન્ય વિદેશી નાગરિક પણ સામેલ છે. આરોપી વિદેશથી દેશમાં અલગ અલગ એરપોર્ટ ઉપર જેમાં અમદાવાદ,જયપુર,મુંબઈ,કલકત્તા,દિલ્હી અને હિમાચલમાં ડ્રગ્સ મંગાવીને ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગોવા મોકલી દેતો હતો.જે જગ્યાએ ડ્રગ્સ આવવાનું હોય ત્યાં પેહલાથી હોટેલમાં રોકાઈને પાર્સલ લઈ લેતો હતો.આરોપી સુરતમાં ૨૨ જુલાઈ ના રોજ રોકાયો હતો. હાલ તો એકજ પાર્સલની તપાસ થઈ છે ત્યારે અન્ય ૧૯ પાર્સલ બાકી છે. ત્યારે ગોવામાં બેસીને ડ્રગ્સનો કારોબાર ચલાવી રહેલા અન્ય વિદેશી નાગરિકોને પકડવા પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે.

સાયબર ક્રાઈમ માદક પદાર્થો અને અલગ અલગ ગુનાઓની તપાસમાં હતી તે દરમ્યાન શકમંદ ઇસમ હાલ મનાલી, હીમાચલ પ્રદેશ ખાતે હોવાની બાતમી મળી હતી. સાયબર ક્રાઈમે ત્યાં તપાસ કરતા શકમંદ ઇસમ નામે કોલિસનિકોવ વસિલી મુળ રશિયા અને ભારતમા મનાલી ખાતેથી ઝડપાયો હતો. જેની પુછ-પરછ દરમ્યાન સાયબર ક્રાઈમને જાણવા મળ્યું હતું કે આ આરોપી તેના વિઝા પુર્ણ થયા બાદ વગર વિઝાએ ભારતમાં અલગ અલગ નામોની ઓળખ આપી અલગ અલગ સ્થળે રોકાયેલ છે.આ ઇસમના કબજામાથી ભારતનું આધાર કાર્ડ તથા તેના પોતાના ફોટો વાળા જુદા-જુદા નામના ૬ નકલી ઇ-વીઝા અને બે પાસપોર્ટ મળી આવતાં જે ડોક્યુમેન્ટ આ ઇસમ દ્વારા ગેરકાયદેસર રીતે મેળવીને બનાવી તેનો દુરુપયોગ કરી કોઇ કાવતરું કરવાનો હોય તેવું જણાયું હતું.આરોપીનો પાસપોર્ટ અસલી છે કે નકલી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ બાબતે અલાયદો ખોટા દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવા બાબતે સાયબર ક્રાઇમ બ્રાંચ ખાતે ગુનો દાખલ કર્યો હતો જેની તપાસ હાલમાં ચાલુ છે. આરોપીએ એન્જીનીયરીંગનો અભ્યાસ રશિયા ખાતેથી સને-૨૦૧૧માં પુર્ણ કરેલ છે. ટુરીસ્ટ વીઝા ઉપર ભારત આવ્યા બાદ સને ૨૦૨૦થી દેશમાં ગેરકાયદેસર રીતે રોકાયો છે.તે કોઇ કામધંધો કરતો નથી અને કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહેલ હોવાની શક્યતા છે.આ ઇસમ વિરુધ્ધ ૨૦૨૧મા મુબઇના વરલી પોલીસ સ્ટેશન ખાતે પ્રતીબંધિત વિસ્તારમા ફોટોગ્રાફી તથા અનઅધિકૃત પ્રવેશ કરવા બાબતે ગુનો દાખલ થયેલ છે.

Share.
Exit mobile version