રાજકોટના પડઘરીમાં અમદાવાદની ૨૯ વર્ષની યુવતીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ૯ ઓક્ટોબરના રોજ પડધરીની ભાગોળમાંથી અર્ધી બળેલી યુવતીની લાશ મળી આવી હતી જે પછી ચકચાર મચી હતી તે આ યુવતી કોણ છે અને તેની હત્યા કોણે અને કેમ કરી. પરંતુ પોલીસે અર્ધી સળગેલી ટ્રોલી બેગને આધારે લાશનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ફોરેન્સિક એનાલિસિસ અને સમાંતર તપાસને આધારે પોલીસે યુવતીના લિવ-ઈન પાર્ટનર કહેવાતા હત્યારા મેહુલ ચોટાલિયા (ઉ.વ.૩૨)ને ઝડપી લીધો હતો. શહેરની એક હોટલમાં મેનેજર કમ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ચોટાલિયાએ મહિલા અલ્પા ઉર્ફે આયેશા મકવાણા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં ૨ ઓક્ટોબરના રોજ તેનું ગળું દબાવી હત્યા કરી હતી. મેહુલ અને અલ્પા ૧૮ મહિનાથી લિવ ઇન રિલેશનશિપમાં હતા, પરંતુ તાજેતરમાં જ તેમની વચ્ચે તેમની વચ્ચે સામાન્ય વાતે ઝગડો થયો હતો. ઝગડામાં અલ્પાએ મેહુલને થપ્પડ મારી હતી જે પછી તે મેહુલ એટલો ઉશ્કેરાઈ ગયો કે તેણે અલ્પાનું ગળું દબાવીને મારી નાખી હતી.
હત્યા બાદ મેહુલ અલ્પાની લાશ બે દિવસ ઘરમાં મૂકી રાખી હતી કારણ કે તેને નિકાલનો કોઈ આઈડિયા મળતો નથી. બે દિવસ પછી લાશ સડતાં લાગતાં અને તેમાંથી દુર્ગંધ આવતાં તેને ફાળ પડી કે પોતાની પોલ પકડાઈ જશે અને પડોશીઓ પોલીસને જાણ કરશે આવી તેણે અલ્પાની લાશનો નિકાલનો એક આઈડિયા શોધી કાઢ્યો. અલ્પાની હાઈટ નાની હોવાથી મેહુલને એક આઈડિયા સૂઝી આવ્યો અને તે એક નવી ટ્રોલી બેગ ખરીદી લાવ્યો હતો અને ટ્રોલી બેગમાં અલ્પાને લાશ પૂરીને તેનો નિકાલ કરવા પડધરીની બહાર ગયો હતો. સાથે તેણે થોડા લાકડાં પણ ખરીદ્યાં હતા.
અલ્પાની હત્યા કર્યા બાદ મેહુલ લાશને બે દિવસ સુધી પોતાના ઘરમાં જ રાખી હતી. જાે કે, લાશ સડવા લાગી અને દુર્ગંધ આવવા લાગી, પડોશીઓ પોલીસને જાણ કરશે તેવા ડરથી તેણે તેનો નિકાલ કરવાનું નક્કી કર્યું. ૧૧ ઓક્ટોબરની સાંજે તે બેગને પોતાના ઘરમાંથી પોતાની એસયુવીમાં ખેંચીને પડધરી નજીક એક અલગ જગ્યાએ જતો રહ્યો હતો. અહીં, તેણે બેગ પર લાકડાના ટુકડાઓ ગોઠવ્યા, તેના પર પેટ્રોલ રેડ્યું, અને તેને આગ ચાંપી દીધી હતી. પરંતુ લાશ બરાબર બળી છે કે નહીં તે જાેવા પણ ન ઊભો રહ્યો. હકીકતમાં ટ્રોલી બેગમાં રાખેલી લાશ પૂરી સળગી નહોતી, અડધી જ સળગી હતી અને તપાસમાં પોલીસને તે અર્ધ બળેલી બેગ મળી આવી અને આ રીતે હત્યારાનો ભાંડો ફૂટી ગયો અને તે ઝડપાઈ ગયો.
મરનાર યુવતી અલ્પા મકવાણા મૂળ અમદાવાદ નજીકના મૌરેયાની છે અને તે રાજકોટના પડધરીમાં મેહુલ ચોટલિયા સાથે લિવ ઈનમાં રહેતી હતી. પોલીસે કહ્યું કે આરોપી મેહુલ ચોટલિયા સામે અગાઉ દારુ અને અનૈતિક તસ્કરીના કેસ નોંધાયેલા છે. તે એક રીઢો ગુનેગાર છે.