Airtel
Airtel દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. એરટેલના હાલમાં લગભગ 38 કરોડ યુઝર્સ છે. કંપની તેના કરોડો ગ્રાહકોને અનેક પ્રકારના પ્લાન ઓફર કરે છે. એરટેલનો પોર્ટફોલિયો સસ્તા પ્લાનથી લઈને મોંઘા પ્લાન અને ઘણી OTT ઑફર્સ સાથેના ઘણા પ્લાન છે, આજે અમે તમને એવા લાંબી વેલિડિટીના પ્લાન વિશે જણાવી રહ્યા છે જે તમને સૌથી સસ્તામાં મળી જશે
તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં OTT સ્ટ્રીમિંગનો ક્રેઝ ઘણો વધી ગયો છે. આવી સ્થિતિમાં, મોબાઇલ વપરાશકર્તાઓને આકર્ષવા માટે, ટેલિકોમ કંપનીઓ તેમની યોજનાઓમાં એમેઝોન પ્રાઇમ, ડિઝની પ્લસ હોટસ્ટાર, નેટફ્લિક્સ, સોની લિવ વગેરે સહિત OTT એપ્સનું મફત સબ્સ્ક્રિપ્શન ઓફર કરી રહી છે. એરટેલનો આ પ્લાન પણ OTT સબસ્ક્રિપ્શન સાથે લાંબી વેલિડિટી ઓફર કરે છે.
અમે જે એરટેલ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તે 84 દિવસની છે જેમાં લોકલ અને STD નેટવર્કમાં અમર્યાદિત ફ્રી કૉલિંગ મળે છે.
આ ઉપરાંત, તમને બધા નેટવર્ક માટે દરરોજ 100 મફત SMS પણ આપવામાં આવે છે. એટલે કે તમારે ત્રણ મહિના સુધી રિચાર્જ નહીં કરાવવું પડે.
કંપની 84 દિવસ માટે કુલ 252GB ડેટા ઓફર કરી રહી છે. એટલે કે દરરોજ 3GB ડેટા મળશે. એરટેલનો આ રિચાર્જ પ્લાન 5G ડેટા પણ આપે છે. જો તમારા વિસ્તારમાં 5G કનેક્ટિવિટી છે તો તમે ફ્રીમાં Unlimited ડેટાનો ઉપયોગ કરી શકો છો. હવે આ પ્લાનની કિંમતની વાત કરીએ તો 1,798 રૂપિયા છે, આમ બીજી કંપનીઓની સરખામણીમાં આ પ્લાન મોંઘો છો પણ આટલા બધા ફાયદા સાથે આ પ્લાન ખુબ જ સસ્તામાં મળી રહ્યો હોય તેમ કહી શકાય