Airtel
ભારતીય Airtel અને Appleએ નવી ભાગીદારીની જાહેરાત કરી છે, જેના આધારે Airtelના યુઝર્સને કેટલીક પોસ્ટપેઇડ અને હોમ Wi-Fi પ્લાન્સમાં Apple TV+ અને Apple Music મફતમાં મળશે. ઉપરાંત, યુઝર્સને Jio Hotstar, Zee5, Amazon Prime Video, Netflix સહિતના અન્ય OTT પ્લેટફોર્મ્સનો પણ એક્સેસ મળશે. Airtelના યુઝર્સ 6 મહિના સુધી Apple TV+ અને Apple Musicનો મફત આનંદ લઈ શકશે.
Apple TV+ ના શો અને મ્યુઝિક મફતમાં જોવા મળશે
Airtelના આ નવા પ્લાન હેઠળ યુઝર્સ Apple TV+ ના પ્રીમિયમ શો, ફિલ્મો અને ડોક્યુમેન્ટરીઝ જોઈ શકશે. “Ted Lasso,” “Severance,” “The Morning Show,” “Slow Horses,” “Silo,” “Shrinking” અને “Disclaimer” જેવી હિટ સિરીઝ પણ ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત, Apple Music દ્વારા યુઝર્સ હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષાઓના ગાણા, ક્યુરેટેડ પ્લેલિસ્ટ, આર્ટિસ્ટ ઈન્ટરવ્યૂ, Apple Music Radio, Lossless Audio અને Spatial Audio જેવી સુવિધાઓનો લાભ લઈ શકશે.
પ્લાન | ડેટા લાભ | OTT લાભ |
---|---|---|
₹999 | 150GB | Apple TV+, Apple Music, Amazon Prime, Jio Hotstar, Xtream Play Unlimited (20+ OTT) |
₹1,199 | 190GB | Apple TV+, Apple Music, Amazon Prime, Jio Hotstar, Xtream Play Unlimited (20+ OTT) |
₹1,399 | 240GB | Apple TV+, Apple Music, Netflix Basic Unlimited, Amazon Prime, Jio Hotstar, Xtream Play Unlimited (20+ OTT) |
₹1,749 | 320GB | Apple TV+, Apple Music, Netflix Basic Unlimited, Amazon Prime, Jio Hotstar, Xtream Play Unlimited (20+ OTT) |