Airtel

ભારતીય Airtel અને Appleએ નવી ભાગીદારીની જાહેરાત કરી છે, જેના આધારે Airtelના યુઝર્સને કેટલીક પોસ્ટપેઇડ અને હોમ Wi-Fi પ્લાન્સમાં Apple TV+ અને Apple Music મફતમાં મળશે. ઉપરાંત, યુઝર્સને Jio Hotstar, Zee5, Amazon Prime Video, Netflix સહિતના અન્ય OTT પ્લેટફોર્મ્સનો પણ એક્સેસ મળશે. Airtelના યુઝર્સ 6 મહિના સુધી Apple TV+ અને Apple Musicનો મફત આનંદ લઈ શકશે.

Apple TV+ ના શો અને મ્યુઝિક મફતમાં જોવા મળશે

Airtelના આ નવા પ્લાન હેઠળ યુઝર્સ Apple TV+ ના પ્રીમિયમ શો, ફિલ્મો અને ડોક્યુમેન્ટરીઝ જોઈ શકશે. “Ted Lasso,” “Severance,” “The Morning Show,” “Slow Horses,” “Silo,” “Shrinking” અને “Disclaimer” જેવી હિટ સિરીઝ પણ ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત, Apple Music દ્વારા યુઝર્સ હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષાઓના ગાણા, ક્યુરેટેડ પ્લેલિસ્ટ, આર્ટિસ્ટ ઈન્ટરવ્યૂ, Apple Music Radio, Lossless Audio અને Spatial Audio જેવી સુવિધાઓનો લાભ લઈ શકશે.

પ્લાન ડેટા લાભ OTT લાભ
₹999 150GB Apple TV+, Apple Music, Amazon Prime, Jio Hotstar, Xtream Play Unlimited (20+ OTT)
₹1,199 190GB Apple TV+, Apple Music, Amazon Prime, Jio Hotstar, Xtream Play Unlimited (20+ OTT)
₹1,399 240GB Apple TV+, Apple Music, Netflix Basic Unlimited, Amazon Prime, Jio Hotstar, Xtream Play Unlimited (20+ OTT)
₹1,749 320GB Apple TV+, Apple Music, Netflix Basic Unlimited, Amazon Prime, Jio Hotstar, Xtream Play Unlimited (20+ OTT)
Share.
Exit mobile version