Airtel, Reliance Jio : દેશમાં એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સના સ્માર્ટફોન પર કોલ ફોરવર્ડ કરવાની પદ્ધતિમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ટેલિકોમ વિભાગે એરટેલ અને રિલાયન્સ જિયો સહિતની ટેલિકોમ કંપનીઓને 15 એપ્રિલથી યુએસએસડી કોડનો ઉપયોગ કરીને કોલ ફોરવર્ડ કરવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે.
USSD કોડ એ ટૂંકા કોડ છે જે મોબાઇલ વપરાશકર્તાઓ ફોનનું બેલેન્સ અથવા IMEI નંબર જાણવા માટે ડાયલ કરે છે. જો કે આ એક સગવડ છે, ટેલિકોમ વિભાગ (DoT) માને છે કે આનો ઉપયોગ ઓનલાઈન કૌભાંડો અને મોબાઈલ ફોન સંબંધિત ગુનાઓ માટે થવાની શક્યતા છે. DoT આદેશને ટાંકતા એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટરી સર્વિસ ડેટા (USSD) આધારિત કોલ ફોરવર્ડિંગની સુવિધાનો કેટલીક અનિચ્છનીય પ્રવૃત્તિઓ માટે દુરુપયોગ થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે. આ સુવિધાને *401# સેવાઓ પણ કહેવામાં આવે છે.
મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP)ના નિયમો પણ આ વર્ષે જુલાઈથી બદલાશે. નવા નિયમો હેઠળ, જો સિમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે અથવા બદલાય છે, તો તેની સાથે સંકળાયેલ મોબાઇલ નંબરને સાત દિવસ સુધી બીજી ટેલિકોમ કંપનીમાં પોર્ટ કરી શકાશે નહીં. નવા નિયમોથી સિમ સંબંધિત છેતરપિંડી ઓછી થઈ શકે છે. આ નિયમો 1 જુલાઈથી લાગુ થશે. આ નિયમો હેઠળ, મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ જો છેલ્લા સાત દિવસમાં તેમનું સિમ કાર્ડ સ્વેપ અથવા બદલશે તો તેમને તેમના મોબાઇલ નંબરને અલગ ટેલિકોમ ઓપરેટરને પોર્ટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ એક પરિપત્રમાં જણાવ્યું છે કે આ નિયમોનો હેતુ છેતરપિંડીથી સિમ સ્વેપ કરીને અથવા બદલીને મોબાઈલ નંબરના પોર્ટિંગને રોકવાનો છે. ટ્રાઈએ એક ટેલિકોમ ઓપરેટરથી બીજામાં મોબાઈલ નંબર ટ્રાન્સફર કરવા માટે યુનિક પોર્ટિંગ કોડ (UPC)ની ફાળવણીની વિનંતીને નકારવા માટે વધારાની શરત પણ ઉમેરી છે.