Bollywood nwes : બોલિવૂડ એક્ટર અજય દેવગનની આગામી ફિલ્મ ‘શૈતાન’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ભોલા પછી એક્ટર લાવ્યા છે એક એવી હોરર ફિલ્મ, જેનું ટીઝર જોયા પછી તમારું મન ઉડી જશે. 1 મિનિટ 32 સેકન્ડના આ ટીઝરની શરૂઆતમાં બેકગ્રાઉન્ડ વોઈસ સાથે ઈન્ટ્રો આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ અજય દેવગણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘શૈતાન’નો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો, જેમાં અજય દેવગન સિવાય આર માધવન અને જ્યોતિકાનો લુક પણ સામે આવ્યો હતો.