શહેરની ઝોન-૭ એલસીબીએ થોડા દિવસો પહેલા હથિયારોના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કરી નવ પિસ્તોલ, એક રિવોલ્વર, ૬૧ કારતૂસ અને ત્રણ ખાલી મેગઝીન સાથે છ આરોપીઓની ધરપકડ કરી હતી. જે કેસમાં વાસણા પોલીસે હથિયાર આપનાર મુખ્ય આરોપી અખ્તર ઉર્ફે અક્કો ઉર્ફે આફ્તાબ શેખની એમપીથી ધરપકડ કરી છે.
આરોપીએ પરિવારની જવાબદારી માટે પૈસા મેળવવા માટે ગેરકાયદે હથિયારો વેચ્યા હોવાની કબૂલાત કરી છે. આ સાથે જ સૂત્રોનું કહેવું છે કે, વાસણા પોલીસ આરોપીને પકડવા ગઇ ત્યારે આરોપીએ પોતાની ઓળખ છુપાવી પોતાનું ખોટું નામ બતાવી છટકવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, આરોપીના હુલિયા બાબતે પોલીસ જાણતી હોવાથી તે બચી શક્યો ન હતો અને પોલીસ તેને ગાડીમાં બેસાડી અમદાવાદ લઇ આવી હતી. જ્યારે આરોપી સમીર ઉર્ફે સાનુની જ્યારે પોલીસે ધરપકડ કરી ત્યારે તેની બહેને આફ્તાબને ફોન કરીને જાણ કરી દેતા તેણે પોલીસ સમક્ષ પોતાનું ખોટું નામ બતાવી છટકવાનો પ્રયાસ કર્યો હતો.
મધ્યપ્રદેશથી અમદાવાદમાં હથિયારો વેચવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી આધારે ઝોન-૭ પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં શાહનવાઝ ઉર્ફે શાનુ શેખ, સમીર ઉર્ફે સોનુ પઠાણ, ફરાનખાન પઠાણ, ઉઝેરખાન પઠાણ, ઝૈદખાન પઠાણ, શાહરૂખખાન પઠાણનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી નવ પીસ્ટલ, એક રિવોલ્વર, ૬૧ કારતુસ અને ત્રણ ખાલી મેગઝીન કબજે કર્યા હતા. ત્યારબાદ આરોપીઓની પૂછપરછમાં આ હથિયારો આરોપી સમીર ઉર્ફે સોનુ એમપીના અખ્તર ઉર્ફે અક્કો ઉર્ફે આફ્તાબ શેખ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા વાસણા પોલીસની ટીમ એમપી પહોંચી હતી. જ્યાં પોલીસે તેના લાંબા વાળવાળા હુલિયા પરથી ઓળખી કાઢી ઝડપી પાડ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે, સમીર ઉર્ફે સોનુ પકડાઇ જતા તેની બહેને આફ્તાબને જાણ કરી દેતાં પોલીસને ખોટું નામ બતાવી છટકવાનો પ્રયાસ કરતો હતો. જાે કે, વાસણા પોલીસે ચતુરાઇપૂર્વક આરો