દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની મુશ્કેલી સતત વધી રહી છે. તેમની કંપની રિલાયન્સ કેપિટલની સબ્સિડિયરી રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સને જીએસટી તરફથી નોટિસ મળી છે. સમાચાર મળ્યા છે કે GST ઇન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ જનરલે ૯૨૨.૫૮ કરોડ રૂપિયાની રકમ માટે કારણ દર્શાવો નોટિસ ફટકારી છે.

તમને જણાવી દઈએ કે આ નોટિસ કંપનીને તેવા સમયે ફટકારવામાં આવી છે જ્યારે રિલાયન્સ કેપિટલ વર્તમાનમાં એનસીએલટી પ્રક્રિયા હેઠળ લોન સમાધાનમાંથી પસાર થઈ રહી છે. આ સમય પર હિન્દુજા ગ્રુપે તે માટે સૌથી મોટી બોલી લગાવી છે.
સૂત્રો પ્રમાણે કંપનીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ તરફથી ચાર નોટિસ મળી છે, જેમાં રિ-ઇન્શ્યોરન્સ અને કો-ઇન્શ્યોરન્સ જેવી સેવાઓમાંથી થતી આવક પર અનુક્રમે રૂ. ૪૭૮.૮૪ કરોડ, રૂ. ૩૫૯.૭૦ કરોડ, રૂ. ૭૮.૬૬ કરોડ અને રૂ. ૫.૩૮ કરોડના GSTની માગણી કરવામાં આવી છે.

ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, RGICના ઓડિટરોએ ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂરા થતા ત્રિમાસિક પરિણામોમાં આકસ્મિક જવાબદારી તરીકે આ રકમની જાણ કરવી પડશે. RGIC NCLTમાં ડેટ રિઝોલ્યુશન પ્રક્રિયાનો સામનો કરી રહી છે. બેન્કરોએ કહ્યું કે ફ્રેશ ડિમાન્ડથી કંપનીના વેલ્યુએશન પર અસર જાેવા મળશે. હિન્દુજા ગ્રુપે કંપની માટે ૯૮૦૦ કરોડ રૂપિયા રોકડની ઓફર કરી હતી. કંપની દ્વારા ૨૨૦૦૦ કરોડ રૂપિયાની લોન ચૂક બાદ નવેમ્બર ૨૦૨૧માં રિલાયન્સ કેપિટલને લોન સમાધાન માટે મોકલી હતી

Share.
Exit mobile version