વર્લ્ડ કપ ૨૦૨૩માં સાઉથ આફ્રિકાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. આફ્રિકાની ટીમે પ્રથમ મેચમાં શ્રીલંકા સામે મોટી જીત હાંસલ કરી હતી. સાથે જ ઓસ્ટ્રેલિયાને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ૫૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૩૧૧ રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૪૦.૫ ઓવરમાં ૧૭૭ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી.

એડન માર્કરમે વધુ એક શાનદાર ઈનિંગ રમતા ૪૩ બોલમાં ૫૬ રન બનાવ્યા. આ તેની વર્લ્ડ કપમાં સતત બીજી ફિફ્ટી છે. આ પહેલા તેણે શ્રીલંકા સામે સૌથી ઝડપી સદી ફટકારી હતી.સાઉથ આફ્રિકાને ૩૫મી ઓવરમાં ૧૯૭ના સ્કોર પર ત્રીજાે ઝટકો લાગ્યો હતો. મેક્સવેલે ક્વિન્ટન ડી કોકને બોલ્ડ કર્યો હતો. ડી કોકે ૧૦૬ બોલમાં ૧૦૯ રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.

સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકે ૯૦ બોલમાં સદી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં આ તેની બીજી સદી હતી. આ પહેલા તેણે શ્રીલંકા સામે ૧૦૦ રનની ઇનિંગ રમી હતી. ડી કોકે પોતાની સદી છગ્ગા સાથે પૂરી કરી હતી. આ તેની ર્ંડ્ઢૈં કારકિર્દીની ૧૯મી સદી હતી.
ઓસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાની ટીમે શાનદાર શરુઆત કરતા વિના વિકેટે સ્કોર ૧૦૦ રનને પાર કરતા આ સાથે જ ઓપનર ક્વિન્ટન ડી કોકે ૫૧ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી છે. તેણે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકાની બેટિંગ શરુ થઈ છે. કેપ્ટન ટેમ્બા બાવુમા અને ક્વિન્ટન ડી કોકે ઇનિંગની શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયા તરફથી જાેશ હેઝલવુડે બોલિંગની શરુઆત કરી છે.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૧૦૮ વનડે મેચ રમાઈ છે. જેમાંથી દક્ષિણ આફ્રિકાએ ૫૪ મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ ૫૦ મેચ જીતી છે. આ આંકડા જાેતા સાફ થઇ જાય છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા પર ભારે રહી છે. જાે કે વન-ડે વર્લ્ડ કપની મેચોમાં ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકા પર હાવી રહી છે. બંને ટીમો વચ્ચે વન-ડે વર્લ્ડ કપમાં ૬ વખત ટક્કર થઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ ત્રણ અને દક્ષિણ આફ્રિકાએ બે મેચમાં જીત મેળવી છે. બંને વચ્ચે એક મેચ ટાઈ પણ થઈ ગઈ છે. વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને ૧૦૨ રનથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો અને ટીમ ત્રણ બેટ્‌સમેનોએ સદી પણ ફટકારી હતી. જયારે ઓસ્ટ્રેલિયાની ટીમને તેની પ્રથમ મેચમાં ભારત સામે ૬ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Share.
Exit mobile version