ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંતે આગામી સમયમાં ૨૭-૨૮ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પાકિસ્તાન અને કચ્છ નજીક વધુ એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડવાના એંધાણ છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ગુજરાતના માથે વધુ એક સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો ૧૧૫.૫ ટકા વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં હાલ સાયક્લોનિક સર્ક્‌યુલેશન બની ગયું હતું અને હવે તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ લો-પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને તે ફરી ગુજરાત કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાવે તેવી શક્યતા જણાઈ રહી છે. ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદનો એક રાઉન્ડ જાેવા મળી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ લાવશે. નવી વરસાદી સિસ્ટમના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ૨૭-૨૮ સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ જણાવે છે કે, દક્ષિણ પાકિસ્તાનમાં અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રિય થતા આગામી બે દિવસ ભારે વરસાદ થશે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ રહેશે. આવતીકાલે વડોદરા, દાહોદ પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા છે. હાલ રાજ્યમાં કેટલાક જગ્યાઓએ વરસાદે વિરામ લેતા ગરમીનો માહોલ છે. આજે અમદાવાદમાં ૩૪.૫ ડિગ્રી તાપમાન રહેશે. તો આ તાપમાન ઘટે તેવી શક્યતા છે, અત્યાર સુધી ૧૧૫.૫% વરસાદ રહ્યો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પાકિસ્તાન અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રીય થઇ હોવાથી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદ વરસશે. તો મધ્ય ગુજરાતમાં આવતીકાલે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૧૫.૫ ટકા વરસાદ વરસી ગયો છે. ત્યારે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Share.
Exit mobile version