એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે સાંભળીને તેમના ચાહકો ખૂબ જ ખુશ થઈ જશે. ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા બીજી વખત પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા હોવાની અટકળોએ જાેર પકડ્યું છે. બંનેની ફેમિલી ૩ માંથી ૪ થવા જઈ રહી છે. એક અહેવાલ પ્રમાણે અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે. બંનેનું બીજું બેબી આવવાનું છે. અહેવાલ પ્રમાણે અનુષ્કાનો સેકેન્ડ ટ્રાઈમેસ્ટર ચાલી રહ્યો છે. બંને ટાઈમ આવતા ઓફિશિયલી આ ન્યૂઝને ચાહકો સાથે શેર કરશે.
અહેવાલ પ્રમાણે અનુષ્કા શર્મા લાંબા સમયથી કોઈ પબ્લિક ઈવેન્ટમાં નજર નથી આવી રહી. આ એટલા માટે કે તે નથી ઈચ્છતી કે, અટકળો ચાલુ થઈ જાય. પ્રાપ્ત અહેવાલ પ્રમાણે અનુષ્કા અને વિરાટ તાજેતરમાં જ મેટરનિટી ક્લિનિકમાં પણ નજર આવ્યા હતા. પરંતુ તેમણે પાપારાઝીને રિકવેસ્ટ કરી કે તેઓ આ ફોટો શેર ના કરે અને પ્રોમિસ કરી હતી કે, તેઓ ટૂંક સમયમાં અનાઉન્સમેન્ટ કરશે. અનુષ્કા અને વિરાટે હજુ સુધી તેમની દીકરી વામિકનો ચહેરો નથી બતાવ્યો. બંનેએ પહેલેથી જ મીડિયાને રિકવેસ્ટ કરી હતી કે, તેમની દીકરીનો ચહેરો ન બતાવવામાં આવે. વિરાટે પોતે એક ઈન્ટરવ્યુમાં આ વિશે કહ્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે અમે અમારી દીકરીનો ચહેરો ત્યાં સુધી નહીં બતાવીએ જ્યાં સુધી તે પોતે સમજતી ના થાય અને સોશિયલ મીડિયા પર આવવાનો ર્નિણય ન લે. ઘણી વખત જ્યારે ત્રણેય એક સાથે સ્પોટ થાય છે ત્યારે પાપારાઝી પુત્રીને કેપ્ચર નથી કરતા અને જાે તેઓ ક્લિક કરે તો પણ તેઓ પુત્રીનો ચહેરો નથી બતાવતા.