Apple
Apple: અમેરિકન ટેક કંપની એપલે ચીનમાં સૌથી વધુ વેચાતી કંપની તરીકેનો તાજ ગુમાવી દીધો છે. હવે વિવો 17% બજાર હિસ્સા સાથે ચીનની નંબર 1 સ્માર્ટફોન કંપની બની ગઈ છે. હુઆવેઇ ૧૬% બજાર હિસ્સા સાથે બીજા ક્રમે છે, જ્યારે એપલ ૧૫% બજાર હિસ્સા સાથે ત્રીજા સ્થાને સરકી ગયું છે. 2024 માં એપલના શિપમેન્ટમાં 17% ઘટાડો થવાની ધારણા છે, જે વાર્ષિક ધોરણે સૌથી મોટો ઘટાડો છે.
એપલના બજાર હિસ્સામાં ઘટાડાનું મુખ્ય કારણ તેના નવીનતમ આઇફોન મોડેલોમાં AI સુવિધાઓનો અભાવ હોવાનું માનવામાં આવે છે. તેનાથી વિપરીત, ચીની કંપનીઓ તેમના સ્માર્ટફોનમાં અત્યાધુનિક ટેકનોલોજી અને AI-આધારિત સુવિધાઓ દ્વારા ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.
ચીનમાં એપલ માટે પરિસ્થિતિ સરળ નહીં રહે. હુઆવેઇ ઉપરાંત, અન્ય ચીની કંપનીઓ પણ નવી ટેકનોલોજી અને ઉત્પાદનો સાથે બજારમાં પોતાની હાજરી મજબૂત કરી રહી છે. એપલને તેનો બજાર હિસ્સો જાળવી રાખવા માટે નવીનતા લાવવાની અને વ્યૂહરચના બદલવાની જરૂર છે.