ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ૩ વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં ગ્લેન મેક્સવેલે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. મેક્સવેલે અફઘાનિસ્તાન સામે ૧૫૭.૦૩ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા અણનમ ૨૦૧ રન બનાવ્યા હતા. આ સાથે તેણે ૪૦ વર્ષ જૂના કપિલ દેવના રેકોર્ડને તોડી દીધો છે. કપિલ દેવે વન-ડે વર્લ્ડ કપ ૧૯૮૩માં ઝિમ્બાબ્વે સામે રન ચેઝ કરતા અણનમ ૧૭૫ રન બનાવ્યા હતા.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૫ વિકટ ગુમાવીને ૨૯૧ રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે ઈબ્રાહીમ ઝાદરાને શાનદાર સદી ફટકારી હતી. તે અફઘાનિસ્તાન માટે વન-ડે વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર ૯૧ રનના સ્કોર પર ૭ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મેક્સવેલે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ સંભાળી અને તાબડતોડ બેટિંગ કરતા માત્ર ૧૨૮ બોલમાં ૨૦૧ રન ફટકારી દીધા હતા. આ સાથે જ તેણે ઘણાં રેકોર્ડ બનાવ્યા હતા.
વનડે રન ચેઝમાં સર્વોચ્ચ સ્કોર
૨૦૧* – ગ્લેન મેક્સવેલ, ઓસ્ટ્રેલિયા વિ.અફઘાનિસ્તાન, મુંબઈ, વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩
૧૯૩ – ફખર ઝમાન, પાકિસ્તાન વિ.સાઉથ આફ્રિકા, જાેહાનિસબર્ગ, ૨૦૨૧
૧૮૫* – શેન વોટસન, ઓસ્ટ્રેલિયા વિ.બાંગ્લાદેશ, મીરપુર, ૨૦૧૧
૧૮૩* – એમ.એસ ધોની ભારત વિ.શ્રીલંકા, જયપુર, ૨૦૦૫
૧૮૩ – વિરાટ કોહલી, ભારત વિ.પાકિસ્તાન, મીરપુર, ૨૦૧૨
વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
૨૩૭* – માર્ટિન ગુપ્ટિલ, ન્યુઝીલેન્ડ વિ.વેસ્ટ ઈન્ડિઝ, વેલિંગ્ટન, ૨૦૧૫
૨૧૫ – ક્રિસ ગેલ, વેસ્ટ ઈન્ડિઝ વિ.ઝિમ્બાબ્વે, કેનબેરા, ૨૦૧૫
૨૦૧* – ગ્લેન મેક્સવેલ, ઓસ્ટ્રેલિયા વિ.અફઘાનિસ્તાન, મુંબઈ, ૨૦૨૩*
૧૮૮* – ગેરી કર્સ્ટન, સાઉથ આફ્રિકા વિ.યુએઈ, રાવલપિંડી, ૧૯૯૬
૧૮૩ – સૌરવ ગાંગુલી, ભારત વિ.શ્રીલંકા, ટોન્ટન, ૧૯૯૯
વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા
૪૯ – ક્રિસ ગેલ
૪૫ – રોહિત શર્મા
૪૩ – ગ્લેન મેક્સવેલ
૩૭ – એબી ડી વિલિયર્સ
૩૭ – ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયા માટે વનડેમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર
૨૦૧* – ગ્લેન મેક્સવેલ વિ.અફઘાનિસ્તાન, મુંબઈ, ૨૦૨૩
૧૮૫* – શેન વોટસન વિ.બાંગ્લાદેશ, મીરપુર, ૨૦૧૧
૧૮૧* – મેથ્યુ હેડન વિ.ન્યુઝીલેન્ડ, હેમિલ્ટન, ૨૦૦૭
૧૭૯ – ડેવિડ વોર્નર વિ.પાકિસ્તાન, એડિલેડ, ૨૦૧૭
૧૭૮ – ડેવિડ વોર્નર વિ.અફઘાનિસ્તાન, પર્થ, ૨૦૧૫