ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ટી૨૦આઈસીરિઝની બીજી મેચ રમાઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. આ સાથે જ રોહિતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. રોહિત શર્મા ૧૫૦ ટી૨૦આઈમેચ રમનાર પહેલો ક્રિકેટર બની ગયો છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્ષ ૨૦૦૭માં ટી૨૦ ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. જે ભારતીય ટીમે ટી૨૦ વર્લ્ડકપ ૨૦૦૭ જીત્યો હતો, રોહિત શર્મા તે ભારતીય ટીમનો ભાગ હતો. રોહિત શર્માએ ૧૪૯ ટી૨૦આઈમેચોમાં ૧૩૯.૧૫ના સ્ટ્રાઈક રેટ અને ૩૦.૫૮ની એવરેજથી ૩૮૫૩ રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં રોહિત શર્માના નામે ૪ સદી છે. આ સિવાય ૨૯ ફિફ્ટી તેના…
Author: Shukhabar Desk
અમિતાભ બચ્ચન રામનગરી અયોધ્યામાં એક આલીશાન ઘર બનાવવા માંગે છે. આ માટે તેમણે મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી સેવન સ્ટાર ટાઉનશીપ ધ સરયૂમાં એક પ્લોટ ખરીદ્યો છે. આ અંગે હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી આ જગ્યા કેટલી મોટી છે અને તેની કિંમત કેટલી છે તે અંગે કોઈ જાણકારી મળી નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે અમિતાભ બચ્ચન ત્યાં ૧૦,૦૦૦ સ્ક્વેર ફૂટનું ઘર બનાવવા માંગે છે જેની કિંમત રૂ. ૧૪.૫ કરોડ છે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. આ સાથે સરયુ એન્ક્લેવનું પણ લોકાર્પણ થશે. કહેવામાં આવી રહ્યું છે કે તે ૫૧ એકરમાં ફેલાયેલું…
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે વર્ષ ૨૦૨૨માં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તે અત્યાર સુધી ભારતીય ટીમ માટે એક સારો બોલર સાબિત થયો છે, પરંતુ તેણે કેટલાક શરમજનક રેકોર્ડ પણ બનાવ્યા છે જેને કોઈ બોલર બનાવવા માંગતો નથી. હવે અર્શદીપે સૌથી વધુ વાઈડ બોલ નાખવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે અફઘાનિસ્તાન સામે રમાયેલી બીજી ટી૨૦આઈમેચ દરમિયાન અનિચ્છનીય વાઈડ બોલનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. અર્શદીપ સિંહ વર્ષ ૨૦૨૨થી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વાઈડ બોલ ફેંકનાર બોલર બની ગયો છે. તેણે વાઈડ બોલ નાખવાના મામલે ફિફ્ટી પાર કરી દીધી છે. તેણે આ મામલે આયરલેન્ડના માર્ક એડેયરને પાછળ છોડી…
પીએમ મોદીએ ૧૨ જાન્યુઆરીએ મુંબઈમાં અટલ સેતુનું ઉદઘાટન કર્યું હતું. નવી મુંબઈમાં આવેલો આ બ્રિજ ભારતનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ છે. જાેકે તેના ઉદઘાટન બાદથી જ સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાેવા મળી રહ્યું છે કે અટલ સેતુ પર હાજર લોકો વાહન વ્યવહારના નિયમોની મજાક બનાવી રહ્યા છે. આટલું જ નહીં અટલ સેતુ પર પાર્ક કરેલી સ્થિતિમાં ગાડીઓની લાઈન દેખાઈ રહી છે અને લોકો પોતાના જીવની ચિંતા કર્યા વિના સેલ્ફી લેતા દેખાઈ રહ્યા છે. લોકોના આ વલણને જાેતાં સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સ ભડક્યા હતા અને સવાલો ઊઠાવવા લાગ્યા હતા. ૨૧.૮ કિ.મી. લાંબુ અટલ સેતુ…
અયોધ્યા ધામમાં રહેતા લોકોને પોલીસ તંત્રએ ૨૧ અને ૨૨ જાન્યુઆરીએ ન નિકળવા માટેની અપીલ કરી ૨૦ જાન્યુઆરીથી રામનગરી અયોધ્યામાં બહારના લોકોને પ્રવેશ નહીં મળે. અયોધ્યા ધામ અને શહેરમાં રહેનારા લોકોને તેમના ઘર સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે. જાેકે આ માટે તેમને ઓળખ પત્ર બતાવવું પડશે. અયોધ્યા ધામમાં રહેતા લોકોને પોલીસ તંત્રએ ૨૧ અને ૨૨ જાન્યુઆરીએ ન નિકળવાની અપીલ કરી છે. અયોધ્યા શહેરમાં ફક્ત એ જ લોકો પ્રવેશ કરી શકશે, જેમને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું છે અથવા તે શહેરના રહેવાસી છે. ૨૦ થી ૨૨ જાન્યુઆરી સુધી અયોધ્યા ધામ હાઈ સિક્યોરિટી ઝોનમાં રહેશે. રામનગરીની તમામ બોર્ડર સીલ…
ખાદ્ય વસ્તુઓ, મશીનરી અને ઉપકરણ, અન્ય વિનિર્માણ, અન્ય પરિવહન ઉપકરણ કિંમતોમાં વધારો થતા ફુગાવો વધ્યો સરકાર દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બરમાં મોંઘવારી દર ૦.૭૩ ટકા રહ્યો છે. ગત વર્ષે નવેમ્બરમાં તે ૦.૨૬ ટકા હતો. મોંઘવારી દરમાં થયેલો વધારો ખાદ્ય વસ્તુઓના વધેલા ભાવો દર્શાવે છે. જ્યારે જથ્થાબંધ કિંમત સૂચકાંક (ડબલ્યુપીઆઈ) ગત વર્ષે એપ્રિલથી ઓક્ટોબર ૨૦૨૩ વચ્ચે નકારાત્મક જ રહ્યો હતો. જ્યારે નવેમ્બરમાં તે ૦.૨૬ ટકા સકારાત્મક રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ફૂડ ઈન્ફ્લેશન ૯.૩૮ ટકા થઇ ગયું હતું. જે નવેમ્બર ૨૦૨૩માં ૮.૧૮ ટકા હતું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે ગત વર્ષે ડિસેમ્બર ૨૦૨૩માં મોંઘવારીમાં તેજી…
Share Market : તેજીના સમયગાળા દરમિયાન, ગૌતમ અદાણી જૂથની તમામ ૧૦ લિસ્ટેડ કંપનીઓના શેર ખોટમાં ટ્રેડ થઈ રહ્યા હતા સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે બીએસઈસેન્સેક્સ ૧.૦૪ ટકા વધીને ૭૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩,૩૨૮ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ ૨૧૦ પોઈન્ટથી વધુના વધારા સાથે ૨૨૧૦૫ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. સોમવારે નિફ્ટી મિડ કેપ ૧૦૦, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ વધીને બંધ થયા છે. શેરબજારના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો, વિપ્રો, ઓએનજીસી, એચસીએલ ટેક અને ઇન્ફોસિસના શેરમાં સારો ઉછાળો નોંધાયો હતો જ્યારે એચડીએફસી લાઇફ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને…
કોરોના બાદ ઉદભવેલા આર્થિક પડકારો વચ્ચે ફરીથી સંપત્તિ સંગ્રહ કરવાની ચિંતાજનક પ્રવૃત્તિ પર પ્રકાશ દુનિયામાં ધનિકો અને ગરીબો વચ્ચે અંતર વધતું જઈ રહ્યું છે. દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમાં આયોજિત બેઠકમાં ઓક્સફેમ દ્વારા એક રિપોર્ટ રજૂ કરાયો હતો જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. એક તરફ જ્યાં વિશ્વના ૫ સૌથી ધનિક લોકોની સંપત્તિ બમણી થઇ ચૂકી છે ત્યાં ૫ અબજ લોકો સામે ભયંકર નાણાકીય સંકટની સ્થિતિ જાેવા મળી રહી છે. ઓક્સફેમના વાર્ષિક રિપોર્ટમાં કોરોના મહામારી બાદ ઉદભવેલા આર્થિક પડકારો વચ્ચે ફરીથી સંપત્તિ સંગ્રહ કરવાની ચિંતાજનક પ્રવૃત્તિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ૨૦૨૦માં દુનિયાના ૫ સૌથી ધનિક લોકોની સંયુક્ત સંપત્તિ ૪૦૫ બિલિયન…
મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ આવનારા દિવસોમાં લેબર માર્કેટ્સ અને નાણાંકીય સ્થિતિ વધુ નબળી પડવાની રિપોર્ટમાં સંભાવના વ્યક્ત કરી આજથી સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનૉમિક ફોરમ (ડબલ્યુઈએફ)ની બેઠક શરૂ થઈ ગઈ છે, જેમાં ‘ચીફ ઈકોનૉમિસ્ટ્સ આઉટલુક રિપોર્ટ’ જારી કરાયો છે. રિપોર્ટમાં ૨૦૨૪માં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ભારે સંકટ આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વિશ્વના ૫૬ ટકા મુખ્ય અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, વર્તમાન વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદ જાેવા મળી શકે છે. જ્યારે ૧૦માંથી ૭ અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે, વૈશ્વિક આર્થિક વિઘટનની પ્રક્રિયા વધુ ઝડપી બની શકે છે. બેઠકના પ્રથમ દિવસે વૈશ્વિક સ્થિતિ-૨૦૨૪નો ચીફ ઈકોનૉમિસ્ટ્સ આઉટલુક રિપોર્ટ જારી કરાયો છે. રિપોર્ટ મુજબ ૫૬ અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે,…
ભારતે પર્સનલ કમ્પ્યુટર્સ, લેપટોપ અને બીજા આઈટી હાર્ડવેરની આયાત માટે ઓથોરાઈઝેશનની સિસ્ટમમાં ફેરફાર કર્યો છે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ પોલિસી ફોરમમાં ચર્ચા થવાની છે જેમાં ભારત સ્કીલ્ડ વર્કર્સ માટે ફાસ્ટ ટ્રેક વિઝાનો મુદ્દો ઉઠાવશે. ભારત અને યુએસ વચ્ચે બિઝનેસમાં વધારો થાય તેવા મુદ્દા પણ ઉઠાવવામાં આવશે. પરંતુ પ્રોફેશનલ લોકોને ઝડપથી અમેરિકાના વિઝા મળે તે સૌથી મહત્ત્વનો મુદ્દો છે. આ ઉપરાંત લેપટોપ અને બીજા આવશ્યક સામગ્રીની આયાત અંગે પણ વાતચીત થશે. ભારતે પર્સનલ કમ્પ્યુટર્સ, લેપટોપ અને બીજા આઈટી હાર્ડવેરની આયાત માટે ઓથોરાઈઝેશનની સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. તે વિશે અમેરિકા સાથે ચર્ચા કરવામાં આવી શકે છે. આગામી ૧૩ અને…