Author: Shukhabar Desk

ભારતીય ટીમે વર્લ્ડ કપમાં જીતની સિક્સ ફટકારતાં સતત છઠ્ઠો વિજય મેળવ્યો છે. ઈંગ્લેન્ડ સામે, ભારતની બેટિંગ ખરાબ જાેવા મળી હતી અને કોઈક રીતે ટીમ ૨૨૯ના સાધારણ કહી શકાય એવા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. પરંતુ બોલરોના ચમત્કારે ઈંગ્લેન્ડને હચમચાવી દીધું હતું. પછી તે પેસરો હોય કે સ્પિનરો, તમામે વટ રાખ્યો હતો અને ભારતનાં વિજયરથને અટકવા દીધો નહોતો. ભારતના ફાસ્ટ બોલરોએ આ મેચમાં સારી શરૂઆત કરી અને પછી વહેતી ગંગામાં હાથ ધોઇ લીધા હતા. કુલદીપ યાદવે બે કરિશ્માયુક્ત કહી શકાય એવા શાનદાર બોલથી બે બેટ્‌સમેનોને પેવેલિયનભેગા કરી દીધા હતા. પરંતુ મેચ બાદ તેણે રોહિત શર્માની મોટી ભૂલનો પર્દાફાશ કર્યો. કુલદીપ…

Read More

કેટલાક મહિનાઓથી ટામેટાના ભાવે સામાન્ય લોકોના બજેટને બગાડ્યું હતું અને હવે ડુંગળીના ભાવ પણ તે જ માર્ગે ચાલી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ડુંગળીના ભાવમાં રેકોર્ડ વધારો જાેવા મળી રહ્યો છે. દિલ્હી દ્ગઝ્રઇમાં એક સપ્તાહમાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. આ સિવાય બેંગલુરુ, પંજાબ, મુંબઈ અને દેશના અન્ય શહેરોમાં ડુંગળીની કિંમત ૧૦૦ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. રિપોર્ટ્‌સ અનુસાર, ડુંગળીના ભાવમાં હજુ વધારો થવાની ધારણા છે. રવિવારે બેંગલુરુમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ ૭૦ રૂપિયા પ્રતિ કિલો હતો, જે એક સપ્તાહ પહેલા ૫૦ રૂપિયા હતો. છૂટક કિંમત ૩૯ રૂપિયાથી વધીને ૮૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અહેવાલ મુજબ, ડુંગળીના ભાવ…

Read More

ભારતમાં પેલેસ્ટાઇનના સમર્થનની રેલીમાં હમાસના નેતાઓની વર્ચ્યુઅલ હાજરી ચિંતાનો વિષય છે. ટોચના ગુપ્તચર સૂત્રોએ રવિવારે આ માહિતી આપી હતી. હમાસના ભૂતપૂર્વ વડા ખાલેદ મેશાલે શુક્રવારે કેરળના મલપ્પુરમમાં પેલેસ્ટિનિયનોના સમર્થનમાં એક રેલીને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી, જ્યારે હમાસના અન્ય નેતા ઇસ્માઇલ હાનિયેહ વર્ચ્યુઅલ રીતે હાજરી આપી શક્યા ન હતા. આ કાર્યક્રમનું આયોજન જમાત-એ-ઈસ્લામીની યુવા પાંખ સોલિડેરિટી યુથ મૂવમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સૂત્રએ જણાવ્યું હતું કે “અમારી પાસે તમામ રેકોર્ડિંગ છે અને અમે તેનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરી રહ્યા છીએ,” “હમાસ ભારતમાં પ્રતિબંધિત સંગઠન નથી. અત્યાર સુધી હમાસના નેતાઓએ ભારત વિરુદ્ધ કંઈ કહ્યું નથી. બધા વિકલ્પો ખુલ્લા છે. “જ્યાં લાગુ પડશે…

Read More

વિઝિયાનગરમ ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને ૧૪ પર પહોંચ્યો છે જ્યારે ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે, સૂત્રોએ જણાવ્યું હતું. તેમાંના કેટલાકને ગંભીર ઈજાઓ થઈ હતી અને મૃત્યુઆંક વધવાની ધારણા છે. આ દુર્ઘટના રવિવારે રાત્રે ૭ વાગ્યે આંધ્ર પ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના કોઠાવલાસા મંડલના કંટકપલ્લી અને અલામંદા વચ્ચે થઈ હતી. ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ઈસીઓઆર) એ કહ્યું કે આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં બે ટ્રેનોની ટક્કર માનવ ભૂલને કારણે થઈ શકે છે. મુખ્ય જનસંપર્ક અધિકારી વિશ્વજીત સાહુએ કહ્યું, વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન દ્વારા સિગ્નલનું ‘ઓવરશૂટિંગ’ થયું હતું. ઓવરશૂટીંગ શબ્દને સમજાવતા, મુખ્ય જનસંપર્ક અધિકારીએ કહ્યું કે જ્યારે ટ્રેન લાલ સિગ્નલ પર રોકવાને બદલે આગળ વધે…

Read More

સુરતમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. શહેરના અડાજણમાં આવેલા પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વરી એપાર્ટમેન્ટમાં પરિવારની સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પતિ, પત્ની, માતા, પિતા, બે બાળક અને એક બાળકી સહિત પરિવારના ૭ લોકોએ આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારના ૬ લોકોએ ઝેરી દવા ગટગટાવી અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવના પગલે પોલીસ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે પોલીસકર્મીઓ દ્વારા આસપાસમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં…

Read More

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ઘરવાપસી બાદ પાકિસ્તાનના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પાકિસ્તાનમાં ચૂંટણીના વાગી રહેલા ભણકારા વચ્ચે હાલમાં જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાનખાને આશંકા વ્યક્ત કરી છે કે, મને જેલમાં ધીમુ ઝેર આપીને મારી નાંખવાનો પ્રયત્ન થઈ શકે છે. કારણકે મેં દેશ છોડીને જતા હેવાનો ઈનકાર કરી દીધો છે. ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં કહ્યુ છે કે, હું દેશ છોડવા માટે તૈયાર નથી એટલે જેલમાં મારો જીવ લેવાનો વધુ એક પ્રયત્ન થઈ શકે છે. આ માટે સ્લો પોઈઝનનો ઉપયોગ પણ કરી શકાય છે. ઈમરાન ખાન હાલમાં સિક્રેટ દસ્તાવેજાે લીક કરવાના કેસમાં જેલના સળીયા પાછળ ધકેલાયેલા છે. તેમણે…

Read More

ઇન્ડિયા વિ. ભારત નામ પર ચાલતી ચર્ચા વચ્ચે એનસીઈઆરટી કમિટીના ચેરમેનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. પ્રોફેસર સીઆઈ ઈસાકે કહ્યું કે, ભારત નામ બાળકોમાં ગર્વની ભાવના પેદા કરે છે. આ કારણે અમે તમામ શાળાના અભ્યાસક્રમમાં ઇન્ડિયાને બદલે ભારત લખવાની ભલામણ કરી છે. થોડા દિવસ પહેલા જ એનસીઈઆરટી પેનલે તમામ શાળાના પાઠ્‌યપુસ્તકોમાં ઇન્ડિયાની બદલે ભારત લખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રોફેસર સીઆઈ ઈસાકે આ મુદ્દા પર થતા વિરોધના જવાબ આપતા કહ્યું કે, મદ્રાસનું નામ બદલીને ચેન્નાઈ અને ત્રિવેન્દ્રમનું નામ બદલીને તિરુવનંતપુરમ કરી દેવામાં આવ્યું છે ઉપરાંત તાજેતરમાં કેરળને કેરલમ કરવાની માંગ થઇ રહી છે તો એવામાં ઇન્ડિયાને ભારત કહેવામાં સમસ્યા શું…

Read More

શાહરૂખ ખાન અત્યારે જવાનની સક્સેસને એન્જાેય કરી રહ્યા છે. જવાનને રિલીઝ થયે ૫૦ દિવસ થઈ ગયા છે અને આ ફિલ્મ હજુ સુધી થિયેટર્સમાં ટકેલી છે. વર્ષ ૨૦૨૩ શાહરૂખ ખાનના નામે રહ્યુ છે. શરૂઆતમાં શાહરૂખ પઠાણ લઈને આવ્યા હતા. પઠાણ પણ સુપરહિટ સાબિત થઈ છે. પઠાણથી શાહરૂખે લાંબા સમય બાદ બોલીવુડમાં વાપસી કરી હતી. હવે વર્ષના અંતમાં ચાહકોને શાહરૂખ ખાનની ડંકીની રાહ જાેઈ રહ્યા છે. ક્રિસમસના અવસરે ડંકી રિલીઝ થવાની છે એટલે કે વર્ષના અંતે પણ શાહરૂખ ખાન ધમાલ મચાવવાના છે. ડંકીનો પહેલો રિવ્યૂ સામે આવી ગયો છે. આ એક્ટર બોમન ઈરાનીએ આપ્યો છે. બોમન ઈરાની તાજેતરમાં જ એક ઈવેન્ટમાં ગયા…

Read More

જમ્મુ-કાશ્મીર પર ફરી એકવાર ઈસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસી એ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના સચિવ હિસેન બ્રાહિમ તાહાને આપેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ગઈકાલે જમ્મુ અને કાશ્મીર પર ભારતના કબજાના ૭૬ વર્ષ પૂર્ણ થશે. ઓઆઈસી એ આંતરરાષ્ટ્રીય સમુદાયને જમ્મુ અને કાશ્મીરના વિવાદને ઉકેલવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ નક્કર પગલાં લેવાનું પુનરોચ્ચાર કર્યો હતો. ઉપરાંત તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના લોકોના આર્ત્મનિણયના અધિકારને લઈને સંગઠન તેમની સાથે છે. ઈસ્લામિક સમિટ અને ઓઆઈસી વિદેશ મંત્રીઓની બેઠકના ર્નિણયો અને ઠરાવોનો ઉલ્લેખ કરતા ઓઆઈસીના સેક્રેટરીએ કહ્યું કે, ભારતને જમ્મુ અને કાશ્મીરના લોકોના મૂળભૂત માનવ અધિકારોનું સન્માન કરવું…

Read More

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોના પ્રચાર માટે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા દમોહ પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક જનસભાને સંબોધિત કરતા બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, એમપીમાંથી બીજેપી સરકારની વિદાય નક્કી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચૂંટણી રેલીને સંબોધિત કરતા દાવો કર્યો કે, મધ્ય પ્રદેશ મોટા બદલાવ માટે તૈયાર છે. ૨૨૫ મહિનાના શાસનમાં ૨૫૦ કૌભાંડ કરનારી ભ્રષ્ટ ભાજપ સરકાર જઈ રહી છે અને ભારે બહુમત સાથે કોંગ્રેસ આવી રહી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં રોજગારીની તકો ખૂબ જ ઓછી છે. એટલા માટે અહીં પલાયન ખૂબ થઈ રહ્યુ છે. છેલ્લા ૩ વર્ષમાં મધ્ય પ્રદેશની…

Read More