અરજદારો, રજૂઆતકર્તાઓ સવારે ૮ઃ૩૦થી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. ૨૮મી ડિસેમ્બરે, બપોરે ૩ઃ૩૦ કલાકે યોજાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ડિસેમ્બર-૨૦૨૩નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૮મી ડિસેમ્બરે યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે ૨૮મી ડિસેમ્બરે બપોરે ૩ઃ૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે. સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત…
Author: Shukhabar Desk
પાકિસ્તાનમાં આવતા વર્ષે ૨૦૨૪માં ૮મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં પહેલીવાર એક હિંદુ મહિલાએ ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લામાં સામાન્ય બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. ડોનના અહેવાલ મુજબ, સવેરા પ્રકાશ નામની એક હિન્દુ મહિલાએ બુનેર જિલ્લામાં PK-25ની સામાન્ય બેઠક માટે સત્તાવાર રીતે પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું છે. હિંદુ સમુદાયની સદસ્ય સવેરા પ્રકાશ તેના પિતાના પગલે ચાલીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. સવેરા પ્રકાશના પિતાનું નામ ઓમપ્રકાશ છે, જેઓ નિવૃત્ત ડોક્ટર છે. તેઓ અગાઉ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સભ્ય પણ રહી ચૂક્યા છે. અહેવાલ મુજબ, સોમવારે (૨૫ ડિસેમ્બર) ખૈબર પખ્તુનખ્વાના સ્થાનિક…
પહેલા ક્રિસમસ અને હવે નવું વર્ષ, તહેવારની સિઝન શરૂ થતાં જ લોકોની બહાર જવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. લોકો રજાઓ ગાળવા હિલ સ્ટેશનો અને અન્ય પ્રવાસી વિસ્તારોમાં જઈ રહ્યા છે. આવા લોકોની યાદી ઘણી લાંબી છે, પરંતુ તહેવારની સાથે સાથે કોરોનાના આગમનથી ચિંતા વધી ગઈ છે. જે રીતે સમગ્ર દેશમાં કોરોના JN.1ના નવા પ્રકારના કેસો સામે આવી રહ્યા છે, ત્યાં ભીડને કારણે તે વધુ ઝડપથી ફેલાવાની સંભાવના છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના JN.1ના નવા પ્રકારના ૬૩ કેસ નોંધાયા છે. વધતા જતા કેસોને જાેતા ડોકટરો અને આરોગ્ય વિભાગ લોકોને ભીડથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ લોકો તેની…
વડોદરાની જેટકોની કચેરી બહાર ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં પણ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું. કચેરીની બહાર આખી રાત કડકડતી ઠંડીમાં ઉમેદવારોએ બેસીને વિરોધ કર્યો હતો. ઉમેદવારોના આ જ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા. ઉમેદવારો આખી રાત ઓફિસની બહાર બેસી રહ્યા હતા. તો ઠંડીથી રક્ષણ મેળવવા યુવરાજસિંહે ઉમેદવારોને ચાદર આપી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યુ હતું કે પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ અમને સમર્થન આપ્યું છે. જિજ્ઞેશ મેવાણીએ પણ સમર્થન આપ્યું છે. મેવાણી વડોદરા આવી શક છે. જાે તે વડોદરા નહી આવી શકે તો મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરશે. અન્ય ધારાસભ્યો પણ અમારા સમર્થનમાં છે.…
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર જાેવા મળી હતી. પુનિતનગર જાેગાસર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન આ ઘટના બની હતી. ૩૦ જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ તમામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ધ્રાંગધ્રામાં એક લગ્ન સમારંભમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. જે બાદ અંદાજિત ૩૦ જેટલા લોકોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જેમાં ૨૨ નાના બાળકો સહિત ૮ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. જ્યારે ૨ બાળકોને તાત્કાલિક રિફર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ભોજન બાદ હળવદ પરત ફરેલા ૮ને પણ અસર થઇ હતી. જેમને હળવદ…
ગુજરાત અન દેશમાંથી હજારો યુવાનો વિદેશમાં ભણવા જતા હોય છે, જેમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે. આ વખતે બનેલી ઘટનામાં અમેરિકામાં ભણવા માટે ગયેલી મયુષી ભગત નામની યુવતી ગુમ થયાની ઘટના બની છે, તેને શોધી આપનારને ૧૦,૦૦૦ ડૉલરનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યુવતી સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગઈ હતી ને તે પછી તે ૨૯ એપ્રિલ ૨૦૧૯ની સાંજે ન્યુજર્સી શહેરમાંથી ગુમ થઈ ગઈ હતી. મયુશીના પરિવારે તેના ગુમ થયાની માહિતી આપી હતી. હવે અમેરિકાની સૌથી મહત્વની ગણાતી હ્લમ્ૈં એજન્સી દ્વારા તેની શોધખોળ શરુ કરવામાં આવી છે. અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઈએ જુલાઈ ૧૯૯૪માં જન્મેલી ૨૯ વર્ષની ભારતીય વિદ્યાર્થી…
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે (૨૨ ડિસેમ્બર) જણાવ્યું હતું કે કતારની અદાલતે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ દ્વારા દાખલ કરાયેલી અપીલ પર ત્રણ વખત સુનાવણી કરી છે. ભૂતપૂર્વ કર્મચારીઓ વતી તેમને આપવામાં આવેલી ફાંસીની સજા સામે કતાર કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. બાગચીએ કહ્યું કે ભારત તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કામ કરી રહ્યું છે. જાસૂસીના કેસમાં આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. અરિંદમ બાગચીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે કતારના શાસકે ૧૮ ડિસેમ્બરે દેશના રાષ્ટ્રીય દિવસના અવસર પર ભારતીય નાગરિકો સહિત ઘણા કેદીઓને માફ કર્યા. પરંતુ ભારતીય પક્ષને હજુ સુધી માફ કરવામાં આવેલા લોકોની ઓળખ…
૧ જાન્યુઆરી પહેલા જ દેશમાં કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો છે. ૨૨ ડિસેમ્બરના કોમર્શિયલ વપરાશના ગેસ સિલિન્ડરના ભાવમાં ૩૯ રૂપિયા ૫૦ પૈસા સુધીનો ઘટાડો કરાયો છે. આ ઘટાડો ફક્ત ૧૯ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરાયો છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી તેને યથાવત્ રખાયા છે. એક ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. અગાઉ ૧૬ નવેમ્બરે કડવાચૌથના દિવસે ૧૯ કિલોવાળા સિલિન્ડરમાં ૧૦૦ રૂપિયાથી વધુનો વધારો ઝિંકાયો હતો. જાેકે ઘરેલુ વપરાશના એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ઘટાડાના અહેવાલ નથી. ૨૨મી ડિસેમ્બરથી એટલે કે આજથી દિલ્હીમાં ગ્રાહકોને ૧૭૫૭ રૂપિયામાં ઈન્ડેન કોમર્શિયલ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવી…
ભારતના સૈન્ય તાકાતમાં વધારો કરવા માટે સરકાર દ્વારા એક મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. ભારતમાં સૈન્ય અને સંરક્ષણ ઉત્પાદનને મોટા પ્રોત્સાહનરૂપે, ડીએસીની બેઠકે ૯૭ તેજસ એરક્રાફ્ટ અને ૧૫૬ પ્રચંડ એટેક હેલિકોપ્ટરને ખરીદવાની મંજૂરી આપી છે. બંને એરક્રાફ્ટ સ્વદેશી રીતે વિકસિત છે અને સોદાની કિંમત ૧.૧ લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. ભારતીય વાયુસેના માટે તેજસ માર્ક ૧-એ ફાઈટર પ્લેન ખરીદવામાં આવી રહ્યા છે અને એરફોર્સ તેમજ આર્મી માટે હેલિકોપ્ટર ખરીદવામાં આવી રહ્યા છે. આ મંજૂરી મળતાની સાથે આ ભારતના ઇતિહાસમાં સ્વદેશી ઉત્પાદકો માટેનો સૌથી મોટો ઓર્ડર છે. પહેલાથી જ ભારતીય વાયુસેના દ્વારા તેજસ એમકે૧ જેટના બે સ્ક્વોડ્રનનું સંચાલન કરવામાં…
સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવનાર નેપાળ દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ બન્યો છે. નેપાળમાં પ્રથમ ગે કપલે તેમના લગ્નની નોંધણી પણ કરાવી છે. નેપાળની સર્વોચ્ચ અદાલતે અગાઉ આ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો. નેપાળે તેના પ્રથમ સમલૈંગિક લગ્નને સર્વોચ્ચ અદાલત દ્વારા કાયદેસર બનાવવામાં આવ્યાના પાંચ મહિના પછી ૨૯ નવેમ્બરે સત્તાવાર રીતે તેની નોંધણી કરી હતી. ૩૫ વર્ષીય ટ્રાન્સ વુમન માયા ગુરૂંગ અને ૨૭ વર્ષીય ગે પુરૂષ સુરેન્દ્ર પાંડેએ પશ્ચિમ નેપાળના લામજુંગ જિલ્લાની દોર્ડી ગ્રામીણ નગરપાલિકામાં કાયદેસર રીતે લગ્ન કર્યા હતા. આ માહિતી બ્લુ ડાયમંડ સોસાયટી નેપાળના પ્રમુખ સંજીબ ગુરુંગ (પિંકી)એ આપી હતી. ૨૦૦૭માં નેપાળની સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને મંજૂરી આપી હતી. ૨૦૧૫માં…