અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ભવ્ય નિર્માણ બાદ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા અને મંદિર ખુલ્લુ મૂકવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીના ભાગરૂપે અહીં રામલીલા પણ યોજાવાની છે ત્યારે આ આયોજનમાં વિશ્વના ૧૪ દેશના કલાકારો ભાગ લેશે, જેમાં એક દેશ પાકિસ્તાન પણ છે. રામનગરી અયોધ્યામાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. વિદેશની ધરતી પર જન્મેલા ૧૪થી વધુ દેશોના કલાકારો રામલીલાનું મંચન કરીને ભારતીય સંસ્કૃતિને મજબૂત કરશે. ૧૭ થી ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન આ રામલીલા યોજાશે.અયોધ્યાની રામલીલા સમિતિના અધ્યક્ષ સુભાષ મલિક અને મહાસચિવ શુભમ મલિકના જણાવ્યા અનુસાર, જે દેશોના કલાકારો રામલીલામાં ભાગ લેશે તેમાં રશિયા, મલેશિયા,…
Author: Shukhabar Desk
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સંબોધી હતી. આ દરમિયાન પીએસ મોદીએ દેશની મુખ્ય ચાર જાતિ ગણાવી. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ફક્ત ચાર જાતિ ગરીબ, યુવા, મહિલા અને ખેડૂત છે. તેમણે કહ્યું કે, હું આ ચાર જાતિઓના સશક્તિકરણ માટે કામ કરી રહ્યું છું. મારું માનવું છે કે મૂળ આસ્થા અને ધર્મને છોડીને આ ચાર મૂળ જાતિનો વિકાસ જ દેશની પ્રગતિ કરવી શકે છે. પીએમ મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. દેશભરમાં તમામને સરકારની યોજનાઓ સુનિશ્ચિત કરવાના હેતુ સાથે વિકાસ ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન…
ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની અંતિમ લીગ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરે ઈતિહાસ રચી દીધો હતો. ભારતીય ટીમના ટોપ-૫ બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી હતી. ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય ટીમના ટોપ-૫ બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારવાનું કારનામું કર્યું હતું. ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ ઉપરાંત વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કે.એલ રાહુલે ૫૦ રનનો આંકડો પાર કર્યો હતો. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ૫૪ બોલમાં ૬૧ રન બનાવ્યા હતા. શુભમન ગિલે ૩૨ બોલમાં ૫૧ રનની ઇનિંગ રમી હતી. જ્યારે વિરાટ કોહલીએ ૫૬ બોલમાં ૫૧ રન બનાવ્યા હતા. આ પછી શ્રેયસ અય્યર અને કે.એલ…
વર્લ્ડકપ ૨૦૨૩માં રવિવારે (૧૨ નવેમ્બર) નેધરલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ જે રીતે બેટિંગ કરી હતી, તેના કારણે કેટલાય મોટા રેકોર્ડ તૂટી ગયા. નેધરલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૪ વિકેટ ગુમાવીને ૪૧૦ રન બનાવ્યા હતા. તમામ ટોપ-૫ બેટ્સમેનોએ ટીમ ઇન્ડિયા માટે ૫૦ રનની ઇનિંગ્સ રમી હતી. તેમાંથી ચોથા અને પાંચમા ક્રમના બેટ્સમેનોએ સદી પણ ફટકારી હતી. ભારતીય બેટ્સમેનોની આ દમદાર ઇનિંગ્સે કયા રેકોર્ડ બનાવ્યા, જુઓ અહીં… આ વર્ષે ભારતીય ટીમે વન-ડેક્રિકેટમાં ૮ વખત ૩૫૦ સ્કૉર બનાવ્યા છે. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત આ આંકડો પાર કરવાનો રેકોર્ડ હવે ટીમ ઈન્ડિયાના નામે છે. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો.…
દિવાળીના તહેવારની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ ગત રાત્રે રાજ્યમાં ઘણી જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બની હતી. દિવાળીની રાત્રે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે ઘણી જગ્યાએ આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઇ હતી. અમદાવાદ, રાજકોટ, સુરત, દ્વારકા સહિત અનેક જગ્યાએ ભીષણ આગ લાગી હોવાની ઘટનાઓ બની હતી. અમદાવાદમાં સરખેજ મકરબામાં આગનો બનાવ બન્યો હતો. અહીં કોર્પોરેશનનાં પ્લોટમાં આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડના ૭ ગજરાજ વાહન સાથે આગ બુઝાવી હતી. અમદાવાદમાં નિકોલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. પંચમ મોલ પાસેના પાર્કિંગમાં આગ લાગી હતી. ૫ રિક્ષામાં આગનાં કારણે નુકસાન પહોંચ્યું હતું.…
સામાન્ય લોકોની જેમ તમામ બોલિવુડ સ્ટાર પણ દિવાળીના જશ્નમાં મગ્ન જાેવા મળી રહ્યા છે. તમામ સોશિયલ મીડિયા દ્વારા દિવાળીનો લૂક ચાહકો સાથે શેર કરી રહ્યા છે. હવે અનન્યા પાંડે પોતાના કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે. જે સોશિયલ મીડિયા પર આવતા જ છવાયા છે. દિવાળી લુકમાં અનન્યા પાંડે ડીપનેક બ્લાઉઝ સાથે સુંદર સાડીમાં જાેવા મળી રહી છે અને ગ્લેમરસ લુક ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. સાથે અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. તેમના ખુલ્લા વાળ ખુબ સુંદર લાગી રહ્યા છે. અનન્યા પાંડેના આ ફોટોને ચાહકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. કોઈ કોમેન્ટમાં ગોર્જિયસ લુક લખી રહ્યા છે તો. કેટલાક…
સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટીઝર દિવાળીના દિવસે રિલીઝ થયું છે ફિલ્મનું નામ છે લાલ સલામ છે. આ ફિલ્મનું નિર્દેશન તેમની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત કરી રહ્યા છે. ફિલ્મની ખાસ વાત એ છે કે આ આખી ફિલ્મ ક્રિકેટ, ધર્મ અને રાજકારણ સાથે જાેડાયેલી હોવાનુ ટીઝરમાં જણાય રહ્યુ છે. ફિલ્મનું ટીઝર રીલિઝ થઈ ગયું છે અને ટીઝર પરથી અંદાજ લગાવી શકાય છે કે ચાહકોને રજનીકાંતની આ ફિલ્મ ઘણી પસંદ આવશે. આ ફિલ્મમાં વિષ્ણુ વિશાલ અને વિક્રાંત દ્વારા ભજવવામાં આવેલા બે મિત્રોની વાર્તા દર્શાવવામાં આવી છે. બંને ક્રિકેટર છે જે પહેલા સારા મિત્રો હતા પરંતુ પાછળથી…
દિવાળીના તહેવાર પર ચાહકોને ચારે બાજુથી સરપ્રાઈઝ મળી રહ્યા છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ૩ પણ આજે રિલીઝ થઈ ગઈ છે. તેમજ આ સિવાય હાલમાં જ સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની ફિલ્મ લાલ સલામનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેન્સ માટે પણ એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના મૃત્યુના દોઢ વર્ષ બાદ તેનું નવું ગીત વૉચ આઉટ રિલીઝ કરવામાં આવ્યું છે. દિવાળીના અવસર પર સિંગરનું નવું ગીત વોચ આઉટ ચાહકો માટે રિલીઝ કરવામાં આવ્યું છે. સિદ્ધુ મૂસેવાલાની વર્ષ ૨૦૨૨માં મે મહિનામાં ગોળી મારીને મર્ડર કરવામાં આવ્યું હતું. ત્યારથી તેના કેટલાક ગીતો…
ભારતીય ટીમ અત્યારે આઇસીસી વનડે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે, અને આના મૂળમાં ભારતીય બૉલરોનો ફાળો સૌથી મોટો છે. આમાં પણ મોહમ્મદ શમી આજકાલ પોતાની શાનદાર લયમાં દેખાઇ રહ્યો છે. મોહમ્મદ શમીને ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા આ વર્લ્ડકપની શરૂઆતની મેચોમાં રમવાની તક આપવામાં આવી ન હતી, પરંતુ જ્યારે તેને રમવાની તક મળી ત્યારે તેણે હંગામો મચાવ્યો હતો. મોહમ્મદ શમી આ વર્લ્ડકપમાં માત્ર ૪ મેચ રમ્યો છે, પરંતુ તેણે અન્ય તમામ ભારતીય બૉલરો કરતા ૧૬ વિકેટો લીધી છે. છેલ્લી કેટલીક મેચોમાં મોહમ્મદ શમીની બૉલિંગ સૌથી ખતરનાક દેખાઈ રહી છે, જેના કારણે વિપક્ષી ટીમ ટકી શકી નથી. આ કારણે સમગ્ર દેશમાં…
૩ પ્રકારની ફિલ્મો હોય છે..સારી ફિલ્મો..ખરાબ ફિલ્મો અને સલમાન ખાનની ફિલ્મો…અને આ ત્રીજા પ્રકારની જ ફિલ્મ છે…તમે ગમે તે કહો…ગમે તે કરો..ચાહકો તો ફિલ્મ જાેશે જ. જે ફિલ્મમાં સલમાન ખાન છે, કેટરિના કૈફ હોય, શાહરૂખ ખાનનો કેમિયો… તેને જાેવાનું બીજું કોઈ કારણ હોઈ જ નહીં. કહાનીમાં આ વખતે ટાઈગરનો દીકરો મોટો થઈ ગયો છે. દેખીતી રીતે ટાઈગરને એક મિશન પૂરું કરવાનું છે પણ આ વખતે મિશન ભારત માટે નથી. તે કોઈ બીજા માટે છે. અને આ મિશનમાં ટાઈગરને કેટલીક સમસ્યા આવે છે. આ જ વાર્તા છે. સ્પાઈ યૂનિવર્સની મોટાભાગની વાર્તાઓ આવી જ હોય છે. હા તેમા કેટલાક ટિ્વસ્ટ અને ટર્ન…