શહેરના બોપલ વિસ્તારમાં ધનતેરસની મોડી રાતે એક અકસ્માત સર્જાયો છે. બોપલમાં એક કાળા રંગની કારે BRTS રૂટની રેલિંગ પર કાર ધુસાડી દીધી હતી. જે બાદ ચાલક પોતાની મોંઘીદાટ કાર મુકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઇને જાનહાની થયાના સમાચાર હજી સુધી નથી મળ્યા. બોપલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, વાહનોની પૂરપાટ ઝડપથી ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રૂટમાંથી એક કાળા રંગની કાર પૂરપાટ ઝડપે જઇ રહી હતી. જેની સ્પીડને કારણે ચાલકે બીઆરટીએસની રેલિંગમાં જ કાર અથડાવી દીધી છે. આ અકસ્માતને કારણે કારના આગળના ભાગના…
Author: Shukhabar Desk
ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર સત્તામાં આવતા જ સરકારી ઈમારતો, સ્કૂલ અને બસોને ભગવા રંગમાં રંગવાનું શરુ કરી દીધું હતું. આ જ ક્રમમાં હમીરપુરમાં સરકારી ઈમારતો અને સ્કૂલ ઉપરાંત એક શૌચાલયને પણ ભગવા રંગે રંગી દીધું હતું. ત્યાર બાદ જે થયું તે ચોંકાવનારું હતું. ટોયલેટ જે રીતે બનાવ્યું હતું અને તેના પર ઉપરથી ભગવો રંગ લગાવ્યો હતો, તેના કારણે જેટલા પણ લોકો ત્યાંથી પસાર થતાં હતા, તેને મંદિર સમજીને પ્રણામ કરતા હતા. આ સિલસિલો એક વર્ષ સુધી ચાલતો રહ્યો. આ વાત જેવી આખા વિસ્તારમાં ફેલાઈ તો, નગર પાલિકાના અધિકારીઓએ ટોયલેટનો રંગ ભગવાથી બદલીને ગુલાબી કરી દીધો. આ કિસ્સો હમીરપુરના મૌદહા સીએચસીનો…
મ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનએ પોતાના કર્મચારીઓને દિવાળીની ભેટ આપતાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના વ્યાજ દરોને ખાતાઓમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે આ નાણાકીય વર્ષમાં, EPFO ખાતાધારકોના ખાતામાં જમા રકમ પર ૮.૧૫ ટકા વ્યાજ દરઓફર કરી રહ્યું છે. નોંધનીય છે કે EPFO ના વ્યાજ દરો દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ અને નાણા મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે. આ વર્ષની વાત કરીએ તો સરકારે જૂન ૨૦૨૩માં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે વ્યાજ દરોની જાહેરાત કરી હતી. આ પછી, સરકારે વ્યાજ દરના નાણાં પીએફ ખાતાધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ એટલે કે ટિ્વટર પર…
ગૂગલ અત્યારે વિશ્વની ટોચની ટેક્નોલોજી કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને તેણે આવતા મહિને કરોડો Gmail એકાઉન્ટને કાયમ માટે ડિલિટ કરવાનો ર્નિણય લીધો છે. ગૂગલના જે જીમેઈલ એકાઉન્ટ છેલ્લા બે વર્ષથી ઓપરેટ નહીં થયા હોય તેને બંધ કરી દેવામાં આવશે અને ફરીથી એક્સેસ નહીં થઈ શકે. Gmail એ તેની નવી પોલિસીમાં નક્કી કર્યું છે જે લોકો ય્દ્બટ્ઠૈઙ્મ એકાઉન્ટનો છેલ્લા બે વર્ષથી ઉપયોગ નથી કરતા તેના એકાઉન્ટ ડિલિટ કરી દેવા. આમ કરવાથી ગૂગલની કામગીરી વધારે સ્મૂધ બનશે. તેથી તમે પણ તમારા Gmail એકાઉન્ટનો રેગ્યુલર ઉપયોગ નથી કરતા અથવા છેલ્લા બે વર્ષમાં ઉપયોગ કર્યો નહીં હોય તો તમારું એકાઉન્ટ પણ ડિલિટ થઈ જવાની…
મોદી સરકાર બરછટ અનાજ એટલે કે મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે. દરમિયાન, એવા સમાચાર છે કે પીએમ નરેન્દ્ર મોદીના સહયોગથી લખાયેલ ગીત ‘એબન્ડન્સ ઇન મિલેટ્સ’ને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આખા અનાજના ફાયદાઓને પ્રોત્સાહન આપવા માટે લખાયેલ ગીતને શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત પ્રદર્શન શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યું છે. આ ગીત ભારતીય-અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને લખ્યું હતું. ફાલ્ગુની શાહ અને તેમના પતિ અને ગાયક ગૌરવ શાહ દ્વારા પ્રસ્તુત ગીત ‘એબન્ડન્સ ઇન મિલેટ્સ’ને ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. ફાલ્ગુની શાહ તેના સ્ટેજ…
મધ્ય પૂર્વમાં ચાલી રહેલ યુદ્ધ અટકવાના સંકેત દેખાઈ રહ્યા નથી. આજે (૧૧ નવેમ્બર) ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો ૩૫મો દિવસ છે. એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધને કારણે હજારો લોકોના જીવ ગયા છે. ગાઝા પટ્ટી પર ઈઝરાયેલનો બોમ્બમારો બંધ થઈ રહ્યો નથી. શુક્રવારે ગાઝા પટ્ટીના ઉત્તરીય ભાગમાં અનેક સ્થળોએ વિસ્ફોટ નોંધાયા હતા. વિસ્ફોટોનો પડઘો ઘણી હોસ્પિટલોની બહાર પણ સંભળાયો હતો. તે જ સમયે, ગાઝાના હજારો લોકોએ દક્ષિણ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું છે. ઈઝરાયેલે કહ્યું છે કે તે ઉત્તરી ગાઝામાં તેના ગ્રાઉન્ડ ઓપરેશન પર દરરોજ ચાર કલાકનો વિરામ લગાવશે, જેથી અહીં ફસાયેલા લોકોને બહાર જવાની તક મળી શકે.…
સુરક્ષા કર્મચારીઓ હોવા છતાં દિગ્ગજ મંત્રીના માથે રિવોલ્વર તાકી લૂંટ ચલાવાઈ હોવાની ઘટના ભાગ્યે જ સાંભળવા મળતી હોય છે, ત્યારે સાઉથ આફ્રિકાના જાેહાનિસબર્ગમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક બદમાશોએ દક્ષિણ આફ્રિકાના એક કેન્દ્રીય મંત્રીના માથા પર બંદૂક તાકીને તેમને લૂંટી લીધા હતા. આરોપીઓએ કેન્દ્રીય મંત્રીના સુરક્ષા કર્મીઓને પણ લાચાર કરી દીધા. સાંભળીને વિશ્વાસ નહી આવે? પરંતુ તે સાચું છે. પોલીસ હવે બદમાશોને શોધી રહી છે. આ ઘટના જાેહાનિસબર્ગ હાઈવે પર બની હતી. મામલો સોમવારનો છે પરંતુ તે મંગળવારે પ્રકાશમાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકન પોલીસના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય પરિવહન મંત્રી સિંદિસિવે ચિકુંગા તેમના સુરક્ષા કર્મચારીઓ સાથે જાેહાનિસબર્ગ…
પાકિસ્તાનની ટીમ હજુ સેમિફાઈનલની રેસમાં છે. પાકિસ્તાન તેની આગામી મેચ ઇંગ્લેન્ડ સામે રમાશે. આ મેચ પાકિસ્તાન માટે કરો યા મરોની રહેશે. જાે પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામેની આ મેચ જીતવામાં સફળ થાય છે તો તેની સેમિફાઈનલમાં પહોંચવી ઉમ્મીદ વધી જશે. પરંતુ ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા પાકિસ્તાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનના ૪ સ્ટાર ખેલાડીઓ હોસ્પિટલ પહોંચ્યા છે. આ ચાર ખેલાડીઓમાં પાકિસ્તાન ટીમના સ્ટાર ફાસ્ટ બોલર હરિસ રઉફનું નામ પણ સામેલ છે. મળેલા અહેવાલો મુજબ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફના છાતીમાં દુખાવો થયો હતો. જેના કારણે તેને હોસ્પિટલ જવું પડ્યું હતું. આવી સ્થિતિમાં તેના માટે ઇંગ્લેન્ડ સામે રમવું ખુબ મુશ્કેલ લાગી રહ્યું…
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યા બાદ રાજકારણ ગરમાવ્યું છે. આમ આદમી પાર્ટી પણ તેમની ધરપકડ થવાની આશંકા વ્યક્ત કરી રહી છે. પાર્ટી એ વિચારવામાં વ્યસ્ત થઈ ગઈ છે, જાે કેજરીવાલની ધરપકડ થાય તો તેમણે રાજીનામું આપવું જાેઈએ કે જેલમાંથી જ સરકાર ચલાવવી જાેઈએ ? ત્યારે આ તમામ આશંકાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચોંકાવનારો દાવો કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ મનજિંદર સિંહ સિરસાએ આક્ષેપ કર્યો છે કે, કેજરીવાલ પત્નીને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે. લિકર પોલિસી કેસમાં શરૂઆતથી જ ફરિયાદકર્તાઓમાં સામેલ સિરસાએ દાવો કરતાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના જ એક નેતાએ તેમને…
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધી એક સમજી વિચારેલું ગઢવામાં આવેલું કાવતરું હતું. તેના માધ્યમથી રોજગારી છીનવી લેવામાં આવી અને અસંગઠિત અર્થતંત્રની કમર ભાંગી નાખી. તેમણે નોટબંધીને એક હથિયાર ગણાવ્યો હતો જેની મદદથી પરમ મિત્રની ઝોલી ભરી તેમને ૬૦૯મા ક્રમેથી દુનિયાના બીજા ક્રમના ધનિક વ્યક્તિ બનાવી દેવાયા. ઉલ્લેખનીય છે કે નોટબંધીને આજે સાત વર્ષ પૂરાં થઈ ગયા છે. સરકારે ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ ૨૦૧૬માં ૮ નવેમ્બરે આ જાહેરાત કરતાં રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને ચલણ બહાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આ નોટધારકોને આ નોટો બેન્કમાં પાછી જમા કરાવીને બદલાવી લેવાની મુદ્દત…