Author: Shukhabar Desk

ભારતીય જનતા પાર્ટી નેતા અને હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે આમ આદમી પાર્ટી (આપ) પર નિશાન સાધ્યું છે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ જ્યાં પણ જાય છે, ત્યાં સારુ મોડલ રજુ કરી રહ્યા છે. વિજે કહ્યું કે, કેજરીવાલ ચૂંટણી રાજ્યોમાં કહે છે કે, જાે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેઓ તે રાજ્યોમાં દિલ્હી મોડલ લાગુ કરશે. વિજ મંત્રીએ કટાક્ષ કરતા કહ્યું કે, દિલ્હીના ૪ મંત્રીઓ જેલમાં છે, તો તે રાજ્યોમાં કેટલા મંત્રીઓ જેલમાં હશે, કારણ કે દિલ્હી મોડલ તો આવું જ છે કે, જેલની અંદરથી સરકાર ચલાવો. વાસ્તવમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ લીકર પોલિસી કેસમાં…

Read More

ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ૩ વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવવામાં ગ્લેન મેક્સવેલે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. મેક્સવેલે અફઘાનિસ્તાન સામે ૧૫૭.૦૩ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા અણનમ ૨૦૧ રન બનાવ્યા હતા. આ સાથે તેણે ૪૦ વર્ષ જૂના કપિલ દેવના રેકોર્ડને તોડી દીધો છે. કપિલ દેવે વન-ડે વર્લ્ડ કપ ૧૯૮૩માં ઝિમ્બાબ્વે સામે રન ચેઝ કરતા અણનમ ૧૭૫ રન બનાવ્યા હતા. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૫ વિકટ ગુમાવીને ૨૯૧ રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન માટે ઈબ્રાહીમ ઝાદરાને શાનદાર સદી ફટકારી હતી. તે અફઘાનિસ્તાન માટે વન-ડે વર્લ્ડ…

Read More

રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએએ આજે જમ્મુ-કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી દરોડા પાડ્યા છે. એનઆઈએની ટીમ જમ્મુ અને સાંબા શહેરમાં ઘણા સ્થળોએ દરોડા પાડી રહી છે. ઉપરાંત આસામના ગુવાહાટીમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગુવાહાટીમાં નકલી ડોક્યુમેન્ટ બનાવવા મામલે એનઆઈએના અધિકારીઓ દરોડા પાડી રહ્યા છે. એનઆઈએ કુલ ૧૦ રાજ્યોમાં દરોડા પાડ્યા હોવાના અહેવાલો મળ્યા છે. એજન્સીએ માનવ તસ્કરી મામલે દરોડા પાડ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. મીડિયા અહેવાલો મુજબ માનવ તસ્કરી મામલે એનઆઈએએ જે રાજ્યોમાં દરોડા પાડ્યા છે, જેમાં ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, હરિયાણા, પુડુચેરી, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરનો સમાવેસ થાય છે. આમાંથી મોટાભાગના રાજ્યો એવા છે, જેની સરહદ પડોશી દેશને…

Read More

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (આઈએસઆઈ) એ ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નુ ને ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે ૬૦ હજાર ડૉલર આપ્યા છે. આ ડીલ અમુક દિવસ પહેલાં કેનેડામાં પાક. હાઈ કમીશન નજીક એક હોટેલમાં આઈએસઆઈના અધિકારીઓ સાથે થઈ હોવાનો દાવો કરાયો છે. ભારતીય કરન્સી અનુસાર આ રકમ ૫૦ લાખ, ૪૦ હજાર જેટલી થાય છે. ઈન્ટેલિજન્સ એજન્સીના એક અધિકારીએ કહ્યું કે આતંકી પન્નુ હવે આ રકમથી ખાસ કરીને પંજાબમાં તેના સાગરીતોની મદદથી કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તાકમાં છે. આ મામલે સુરક્ષા એજન્સીએ તમામ રિપોર્ટ તૈયાર કરી કેન્દ્રની ઈન્ટેલિજન્સ એજન્સીને મોકલી દીધા છે. જાેકે આ અહેવાલ સામે આવતા જ પોલીસે…

Read More

ફેમસ યુટ્યૂબર અને બિગ બોસ ઓટીટીવિજેતા એલ્વિશ યાદવની નોઈડા પોલીસે સાપના ઝેર મામલે પૂછપરછ કરી છે. એલ્વિશ યાદવ ગઈ કાલે મોડી રાત્રે ગુપ્ત રીતે સેક્ટર-૨૦ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને રજૂ થયો હતો. જ્યાં ડીસીપીઅને એસીપીલેવલના અધિકારીઓએ લગભગ ૩ કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. રાત્રે ૨ વાગ્યાની આસપાસ તે મીડિયાથી છૂપાતો પોલીસ સ્ટેશનથી નીકળી ગયો હતો. બીજી તરફ આજે આ મામલે ધરપકડ કરાયેલા ૫ આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ નોઈડા પોલીસને મળી શકે છે. ત્યારબાદ નોઈડા પોલીસ આમાંથી એક આરોપી રાહુલ સાથે આમને-સામને બેસાડીને એલ્વિશ યાદવની પૂછપરછ કરશે. અગાઉ પોલીસે તેને મંગળવારે રજૂ થવા માટે સમન્સ પાઠવ્યુ હતું. ૩ નવેમ્બરના…

Read More

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ્યારે વિધાનસભામાં બોલી રહ્યા હતા ત્યારે તેમણે મહિલાઓને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું જેના પગલે ભારે હોબાળો થયો હતો. હવે આ વિવાદ વચ્ચે તેમણે પોતાના નિવેદન પર માફી માંગી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગૃહમાં નિવેદન આપ્યા બાદ ચારેબાજુથી તેનો વિરોધ શરુ થયો હતો અને પટનાથી લઈને દિલ્હી સુધી હોબાળો મચી ગયો હતો. ભાજપે આ નિવેદનની આકરી ટીકા કરી હતી, જાે કે તેજસ્વી યાદવે નીતિશ કુમારનો બચાવ કર્યો હતો ત્યારે હવે નીતીશ કુમારે આજે તેમના નિવેદન પર માફી માંગતા કહ્યું હતું કે ‘મેં માત્ર મહિલા શિક્ષણની વાત કરી હતી, ‘જાે મેં કંઈપણ ખોટું કહ્યું હોય…

Read More

પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસના કાફલા પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. ગાઝીયાબાદથી અલીગઢ જતા સમયે કુમાર વિશ્વાસના કાફલા સાથે આ પ્રકારનો બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા કાર સવાર વ્યક્તિએ આજે બપોરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસે એ રીપોર્ટ મેળવી લીધો છે. આ ઘટના અંગેની જાણકારી કુમાર વિશ્વાસે ટ્‌વીટ દ્વારા આપી હતી. કુમાર વિશ્વાસે ટ્‌વીટ કરી કહ્યું હતું કે, આજે અલીગઢ જતા સમયે વસુંધરા સ્થિત ઘરેથી જયારે નીકળ્યો ત્યારે હિંડોનના કિનારે એક કાર ચાલકે તેની સાથે મુસાફરી કરી રહેલા સુરક્ષાકર્મીઓની કારને બંને બાજુથી ટક્કર મારીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે સુરક્ષાકર્મીઓ નીચે આવ્યા અને તે વ્યક્તિને પૂછપરછ…

Read More

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મમતા બેનર્જીના ભત્રીજાને સમન્સ પાઠવ્યું છે. ઈડીએ તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ પુછપરછ માટે બોલાવ્યા છે. એજન્સીએ તેમને આવતીકાલે ૯ નવેમ્બરે હાજર થવા આદેશ આપ્યો છે. અભિષેકને સવારે ૧૧.૦૦ કલાકે હાજર થવું પડશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ અભષિક બેનર્જી ગુરુવારે ઈડી સમક્ષ હાજર થશે. જાેકે તેમને કયા કેસમાં ફરી સમન્સ પાઠવાયું છે, તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. જાેકે અગાઉ ઈડીએ અભિષેકને કોલસા કૌભાંડ અને ત્યારબાદ ભરતી ભ્રષ્ટાચાર મામલે સમન્સ મોકલ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ઈડીએ અગાઉ ઓક્ટોબરમાં પણ ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીને સમન્સ પાઠવ્યું હતું. આ મામલો શિક્ષક ભરતી કૌભાંડ…

Read More

રાજધાની દિલ્હીમાં દિવસને દિવસે પ્રદૂષણ વધતું જ જઈ રહ્યું છે. ઝેરી પ્રદૂષણને દિલ્હીને બાનમાં લીધું હોય તેવું સ્થિતિ સર્જાઈ છે. અહીં ઝેરી પ્રદૂષણ વચ્ચે જીવવા લોકો મજબુર બન્યા છે. દિલ્હી સરકાર પણ પ્રદૂષણ ડામવા સતત પ્રયાસો કરી રહી છે. અહીં નીત-નવા નિયમોનો પણ અમલ કરાયો છે, તેમ છતાં આજે પણ સ્થિતિ ગંભીર બની છે. દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ ગઈકાલના મુકાબલે આજે અત્યંત ખરાબ સ્થિતિએ પહોંચી છે. રાજધાનીના આનંદ વિહારની વાત કરીએ તો અહીં એર ક્વોલિટી ઈન્ડેક્શ ૯૯૯ પર પહોંચી ગયો છે, જ્યારે દિલ્હીના અન્ય શહેરોમાં પણ ગંભીર સ્થિતિ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના જણાવ્યા મુજબ આજે બુધવારે આરકે પુરમમાં ૪૩૩,…

Read More

દેશની રાજધાની હાલ ગંભીર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહી છે. દિલ્હી સરકાર પણ પ્રદૂષણને નાથવા તમામ પગલાઓ તેમ નીત-નવા નિયમો અમલમાં મુકી રહી છે. એટલું જ નહીં સરકારે નાછુટકે ‘ઑડ-ઈવન સ્કીમ’ પણ લાગુ કરી દીધી છે, જાેકે હવે કોંગ્રેસે પોતાના ઈન્ડિયા ગઠબંધનના સહયોગી આપપર પ્રદૂષણ મામલે આકરા પ્રહારો કરી મોટો દાવો કર્યો છે. દિલ્હી કોંગ્રેસે ‘ઑડ-ઈવન સ્કીમ’ સંપૂર્ણ નિષ્ફળ ગઈ હોવાનો દાવો કર્યો છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના (ડીપીસીસી)ના પ્રમુખ અરવિંદ સિંહ લવલી એ દાવો કર્યો છે કે, અગાઉ કાર ચલાવવા માટે લવાયેલ ‘ઑડ-ઈવન સ્કીમ’ હવા પ્રદૂષણને ડામવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. આ યોજનાના અમલથી લોકો માત્ર અસુવિધાનો સામનો કરી…

Read More