Author: Shukhabar Desk

વસતી નિયંત્રણ પર બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારના વિવાદાસ્પદ નિવેદન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને પણ નિશાન પર લીધુ છે. પીએમ મોદીએ મધ્ય પ્રદેશના ગુનામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા આજે કહ્યું કે, ગઠબંધનના નેતાએ વિધાનસભાની અંદર માતા-બહેન સાથે એવા ભાષામાં વાત કરી… તેમને કોઈ શરમ નથી. તેમણે કહ્યું કે, જે ઈન્ડિયા ગઠબંધનના નેતા ઝંડો લઈને ફરી રહ્યા છે અને જેઓ દેશની વર્તમાન સરકારને ઉખાડી ફેંકવા માટે જાત-જાતના ખેલ ખેલી રહ્યા છે. તે ઈન્ડિયા ગઠબંધનના નેતાએ વિધાનસભાની અંદર, જે સભામાં માતા-બહેનો હાજર હતા ત્યાં કોઈ કલ્પના ન કરી શકે તેવી ભાષામાં…

Read More

‘ગુજરાતી ઠગ’ વાળા નિવેદનને લઈને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવની અરજી પર સુનાવણી કરતા આ કેસની અમદાવાદ કોર્ટમાં સુનાવણી પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તેજસ્વી યાદવ નીચલી અદાલતમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ મળી ગઈ છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે તેજસ્વી યાદવની કથિત ટિપ્પણી માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે’ અંગે માનહાનિ મામલે કોર્ટે ૨૨ સપ્ટેમ્બરના રોજ તેજસ્વી યાદવને સમન્સ પાઠવ્યુ હતું. તેમને ૧૩ ઓક્ટોબરના રોજ કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેજસ્વીના વકીલ વતી અમદાવાદ કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ માટેની અરજી દાખલ કરવામાં આવી…

Read More

શિયાળો આવતા જ હંમેશની માફક દેશની રાજધાની દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગઈ છે જેને કારણે આરોગ્ય પર મોટો ખતરો ઉભો થયો છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ મામલો એટલો ગંભીર બન્યો છે કે તે હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આજે સુપ્રીમમાં પ્રદૂષણના આકલન માટે એક સ્થાયી સમિતી રચવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. જાેકે, કોર્ટે આ અરજી પર વિચાર કરવા ના કહી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતા વાળી પીઠએ કહ્યું કે, આ સંપૂર્ણપણે નીતિગત મામલો છે. બેન્ચમાં જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા. તેમણે પૂછ્યું, ‘શું તમને…

Read More

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા સામે મોટી કાર્યવાહી કરવાની ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગજ્જનની અટકાયત કરી છે. ઈડીએ બેંક સાથે કરોડોની છેતરપિંડીના જૂના કેસમાં આ કાર્યવાહી કરી છે. મળતા અહેવાલો મુજબ ઈડીએ છેતરપિંડી મામલે પૂછપરછ કરવા જસવંત સિંહની અટકાયત કરી છે. ઈડીની ટીમે જસવંત સિંહને હાલ જાલંધર લઈને પહોંચી છે, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે. ગજ્જન આજે મલેરકોટલા પાસે એક બેઠકમાં હતા, તે દરમિયાન ઈડીએ અટકાયત કરી છે. મળતા અહેવાલો મુજબ ગજ્જને બેંક સાથે કથિત ૪૦ કરોડની છેતરપિંડી કરી હોવાના જૂના કેસમાં ઈડીએ આ કાર્યવાહી કરી છે. ઈડી અગાઉ પણ ઘણીવાર તપાસ કરી ચુકી…

Read More

ભારતીય શેર બજારમાં આજે શાનદાર તેજીનો માહોલ જાેવા મળ્યો હતો, આજે ખુલતા માર્કેટની સાથે જ તમામ ઇન્ડેક્સ તેજી સાથે ખુલ્યા અને કારોબારી દિવસના અંતે તેજી સાથે બંધ થયા હતા. કારોબારી દિવસના અંતે આજે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ ૦.૯૨ ટકા ચઢીને ૫૯૪.૯૧ પૉઇન્ટ ઉછળ્યો હતો, અને ૬૪,૯૫૮.૬૯ના સ્તરે બંધ રહ્યો હતો. તો વળી, નિફ્ટીમાં પણ તેજી જાેવા મળી હતી. કારોબારી દિવસના અંતે એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી ૦.૯૪ ટકાના વધારા સાથે ૧૮૧.૧૫ પૉઇન્ટ અપ રહ્યો અને ૧૯,૪૧૧.૭૫ના સ્તરે બંધ રહ્યો હતો. ઓવરઓલ ભારતીય શેર માર્કેટમાં આજે તેજીનો માહોલ જાેવા મળ્યો હતો. આ સપ્તાહના અંતે ધનતેરસ અને દિવાળીનો તહેવાર છે. આજે આ તહેવારોના સપ્તાહની બજારમાં…

Read More

દિલ્હીમાં હવાની ગુણવત્તાની ખરાબ સ્થિતિ વચ્ચે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે એક પ્રેસ કોન્ફરન્સમાં અનેક મોટી જાહેરાતો કરી. પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હીમાં ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે, જેમાંથી સૌથી મોટો નિયમ ઓડ-ઇવન નિયમ છે. આ અંતર્ગત અઠવાડિયામાં અમુક દિવસો માટે માત્ર એકી નંબર પ્લેટવાળા વાહનો જ રસ્તા પર દોડી શકશે અને બાકીના દિવસોમાં બેકી નંબર પ્લેટવાળા વાહનો જ ચલાવી શકશે. આ માટે સમયપત્રક જારી કરવામાં આવશે. જાે કે આ એક સપ્તાહમાં તેની સમીક્ષા કરવામાં આવશે. તે પછી સરકાર નક્કી કરશે કે તેને આગળ ચાલુ રાખવું કે નહીં. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, પ્રદૂષણ સતત…

Read More

સહરસામાં રહેતા એક ખેડૂતે માત્ર ૩,૦૦૦ રૂપિયા ખર્ચીને જુગાડનો ઉપયોગ કરીને હળ બનાવ્યું. તે સૌરબજાર બ્લોક વિસ્તાર હેઠળના બૈજનાથપુરમાં રહે છે અને તેનું નામ દિનેશ યાદવ છે. તેમના આ જુગાડ બાદ અન્ય લોકો પણ તેમના આઈડિયાની નકલ કરી રહ્યા છે. આ જુગાડને કારણે તેઓને તેમના ખેતરમાં ખેડાણ કરાવવા માટે કોઈ ટ્રેક્ટર માલિક પાસે જવું પડતું નથી. જાે કે, તેમનો આ જુગાડ મજબૂરીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આવો તમને આખી વાત જણાવીએ. દિનેશ પાસે નાના ખેતરો છે. આ ક્ષેત્રો ૨ થી ૭ કાથા સુધીના છે. જેમ તમે જાણો છો, તેની ખેડાણ માટે ટ્રેક્ટર જરૂરી છે. આ માટે તેણે વારંવાર ટ્રેક્ટર માલિક…

Read More

હમાસ સામેની લડાઈમાં સામેલ ભારતીય મૂળના ઈઝરાયેલ સૈનિકનું મૃત્યુ થયું છે. દક્ષિણ ઈઝરાયેલના શહેર ડિમોનાના મેયર બેની બિટ્ટને આ માહિતી આપી હતી. મેયરે કહ્યું હતું કે ગાઝામાં લડાઈ દરમિયાન માર્યા ગયેલા ઈઝરાયલી સૈનિકોમાં ૨૦ વર્ષીય ભારતીય મૂળનો ઈઝરાયેલ સૈનિક પણ સામેલ હતો. તેમણે કહ્યું કે સ્ટાફ-સાર્જન્ટ હેલેલ સોલોમન ડિમોનાનો હતો.બેની બિટ્ટને બુધવારે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ખૂબ દુઃખ સાથે અમે ગાઝાના યુદ્ધમાં ડિમોનાના પુત્ર હેલેલ સોલોમનના મૃત્યુની ઘોષણા કરીએ છીએ. મેયરે ભારતીય મૂળના સૈનિક વિશે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે “અમે માતા-પિતા રોનિત અને મોર્ડેકે અને બહેનો યાસ્મીન, હિલા, વેરેડ અને શેક્ડના ??દુઃખમાં જાેડાઈએ છીએ. હેલેલે અર્થપૂર્ણ સેવા…

Read More

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગને લઈને આંદોલન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્ર પોલીસે રાજ્યમાં ચાલી રહેલા આંદોલનને ઉશ્કેરવા બદલ મોટી સંખ્યામાં આંદોલનકારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેમની ધરપકડ કરી છે. મરાઠા આંદોલનકારીઓ સામે કેસ નોંધવા અંગે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને માહિતી આપતી વખતે, મહારાષ્ટ્રના ડીજીપી રજનીશ સેઠે કહ્યું કે “મરાઠા અનામતને લઈને સમગ્ર રાજ્યમાં પ્રદર્શનો થયા હતા. પ્રદર્શન દરમિયાન કેટલાક દેખાવો હિંસક પણ બન્યા હતા. જેના કારણે રાજ્યની સરકારી મિલકતોને નુકસાન થયું છે. આ મામલામાં મહારાષ્ટ્રના ડીજીપી શેઠે કહ્યું કે ૨૯-૩૧ ઓક્ટોબરની વચ્ચે સંભાજી નગરમાં ૫૪ કેસ નોંધાયા હતા અને ૧૦૬ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બીડમાં આઈપીસીની કલમ ૩૦૭ હેઠળ…

Read More

આ મહિને યોજાનારી ૫ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. પ્રાઈવેટ રિસર્ચ ફર્મ CMIE એ દાવો કર્યો છે કે ભારતમાં બેરોજગારી ઓક્ટોબર ૨૦૨૩માં ૨ વર્ષમાં સૌથી વધુ સ્તરે પહોંચી ગઈ છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી વધુ વધી છે. જેની અસર એકંદર બેરોજગારી દર પર દેખાઈ રહી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી લિમિટેડે તેના ડેટા દ્વારા માહિતી આપી છે કે ઓક્ટોબરમાં બેરોજગારીનો દર ૧૦.૦૫ ટકા પર પહોંચી ગયો છે. જ્યારે સપ્ટેમ્બર, ૨૦૨૩માં બેરોજગારીનો દર ૭.૦૯ ટકાની આસપાસ હતો. નોંધનીય છે કે ઓક્ટોબરમાં બેરોજગારીનો દર મે ૨૦૨૧ પછી સૌથી વધુ…

Read More