Author: Shukhabar Desk

ગુજરાતમાં હાર્ટ એટેકના મામલાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકને કારણે આઠ લોકોના મોત થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. (આઈસીએમઆર)પાટણ, વડોદરા, ભાવનગર અને સુરતમાં નવ લોકોના હૃદય થંભી જવાથી મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વડોદરાના એક યુવાનનું કુવૈતમાં મોત થયું હોવાના અહેવાલો પણ મળી રહ્યાં છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરમાં હાર્ટ એટેકને કારણે ત્રણ લોકો જીવ ગુમાવ્યાં છે. જેમાં જગદીશ જાદવ,લક્ષ્મણદાસ આસવાણી અને ભાવનગર આવી રહેલા ઉમેશ માંડલિયાનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. તે ઉપરાંત સુરતમાં પણ હાર્ટ એટેક ગોઝારો સાબિત થયો છે. શહેરમાં એક જ દિવસમાં ત્રણ…

Read More

ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર આવેલ સુરંગોને બંધ કરવા એક નવા હથિયારનો ઉપયોગ કરી શકે તેવી સંભાવના છે. આ હથિયાર એક ખાસ પ્રકારનો બોમ્બ છે જે વાસ્તવિકમાં એક રાસાયણિક બોમ્બ છે. જેમાં કોઈ પણ જાતનો વિસ્ફોટ થતો નથી. પરંતુ આ બોમ્બને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જયારે તે ફાટે છે ત્યારે તેમાંથી ફીણ નીકળે છે અને તે પથ્થરની જેમ મજબૂત બની જાય છે. પરિણામે આ બોમ્બનો મુખ્ય ઉપયોગ સુરંગોને બંધ કરવા માટે થાય છે. ઇઝરાયેલ તેના ઈનોવેટિવ હથિયારો માટે વિશ્વભરમાં વિખ્યાત છે. ગાઝા પટ્ટીમાં હમાસના આતંકીઓની સુરંગો તે આ સ્પૉન્ઝ બોમ્બ દ્વારા બંધ કરશે તેવી સંભાવના જણાઈ રહી છે.…

Read More

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા હવે ફરી એકવાર મંગળ પર હેલિકોપ્ટર ઉડાડવા જઈ રહી છે. અન્ય ગ્રહ પર ઉડાન ભરનારા આ હેલિકોપ્ટરનું વજન ૧.૮ કિલો હશે. નાસાએ તેનું નામ ઈન્જેનિટી રાખ્યું છે, જેને ગિન્ની ઉપનામેપણ બોલાવાય છે. આ પ્રોજેક્ટ નાસાના પ્રિઝર્વેશન રોવરનો એક ભાગ છે, જે ૨૦૨૦માં લોન્ચ કરવામાં આવ્યો હતો. મંગળ પર રોવર હજુ પણ સક્રિય છે. રિપોર્ટ અનુસાર ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક ડૉ.જે.બોબ બલરામે (ઇન્જેનિટીને ડિઝાઇન કર્યું છે. નાસા કહે છે કે ઈન્જેનિટી એ ટેકનોલોજીનો એક ચમત્કાર છે. તે અલ્ટ્રા-લાઇટ વેઇટ કાર્બન ફાઇબરથી બનેલું છે અને માત્ર અડધો મીટર લાંબું છે. ઈન્જેનિટીને ૨૪૦૦ અને ૨૯૦૦ આરપીએમપર ફરતી બ્લેડનીમદદથી ઉડાન…

Read More

ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધ દરમિયાન ભારતે પણ હવે તેની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા કમર કસી લીધી છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે ભારત પણ હવે તેની પોતાની આયરન ડૉમ બનાવવાની યોજના ઘડી રહ્યું છે. એવી શક્યતાઓ છે કે દેશના અનેક મહત્ત્વપૂર્ણ સ્થળોએ ૨૦૨૮-૨૯ સુધીમાં દેશી આયરન ડૉમ સિસ્ટમ તહેનાત કરાશે જે લડાકૂ વિમાનો, ડ્રોન અને મિસાઈલ જેવા હુમલાથી દેશની સુરક્ષા કરશે. જાેકે હજુ આ મામલે સૈન્ય કે સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. યુદ્ધ વચ્ચે ઈઝરાયલની આયરન ડૉમ સિસ્ટમ ભારે ચર્ચામાં છે. ખરેખર આ એક બેટરીની સિરીઝ છે જે રડારની મદદથી શોર્ટ રેન્જ રોકેટ્‌સને…

Read More

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે વન-ડેવર્લ્ડ કપ ૨૦૨૩માં રમાયેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ૧૦૦ રનથી હરાવ્યું હતું. ભારતે અત્યાર સુધી વન-ડેવર્લ્ડ કપ ૨૦૨૩માં કુલ ૬ મેચ રમી છે અને તમામ ૬ મેચમાં જીત મેળવી છે. આ જીત સાથે જ ભારત પોઈન્ટ્‌સ ટેબલ પર ટોપ પર આવી ગયું છે. પોઈન્ટ્‌સ ટેબલ પર પ્રથમ સ્થાન મેળવવાની સાથે ભારતે એક વર્લ્ડ કપના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. ભારતે ઇંગ્લેન્ડને ૧૦૦રનથી હરાવ્યા બાદ તે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ મેચ જીતનાર બીજી ટીમ બની ગઈ છે. ભારતે ન્યુઝીલેન્ડને પાછળ છોડી દીધું છે. ભારતે વર્લ્ડ કપમાં કુલ ૫૯ મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયા…

Read More

આ વખતે ચૂંટણીપંચે ચૂંટણી દરમિયાન ખાસ કરીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન પોતાના ઘરે રાજકીય પક્ષોના ઝંડા લગાવીને ખુલ્લેઆમ સમર્થન વ્યક્ત કરનારા સમર્થકો સામે કડક કાર્યવાહી કરી શકે છે. હવે આવા લોકો ચૂંટણી પંચની પરવાનગી વગર પોતાના ઘર કે કોઈ બિલ્ડિંગ પર કોઈપણ રાજકીય પક્ષનો ઝંડો લગાવી શકશે નહીં. હવે રાજકીય પક્ષોને ખુલ્લેઆમ સમર્થન કરવા માગતા લોકોએ જિલ્લા ચૂંટણી વિભાગની પરવાનગી લેવી પડશે. જાે કોઈ પરવાનગી વગર પોતાના ઘરે કોઈપણ પાર્ટીના ઝંડા લટકાવશે તો ચૂંટણી વિભાગ તેમની સામે કડક કાર્યવાહી કરશે. રાજસ્થાનની વાત કરીએ તો બિકાનેરમાં આ વખતે સોશિયલ મીડિયા પર ભલે વધારે પડતો પ્રચાર થઇ રહ્યો હોય પણ ન…

Read More

વાયરલેસ ઈયરબડ અને હેડફોનનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો મીટિંગ, મેટ્રો, બસ સહિત દરેક જગ્યાએ આ ગેજેટ્‌સનો ઉપયોગ કરી રહ્યા છે. હિયરેબલ ગેજેટ્‌સના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને, ગૂગલે એક ટેક્નોલોજી વિકસાવી છે જેની મદદથી ઇયરબડ્‌સ અને હેડફોન દ્વારા હૃદયના ધબકારા જાણી શકશો. એટલે કે, મ્યુઝિક સાંભળવાની સાથે, તમે તમારા સ્વાસ્થ્યની સ્થિતિ પણ જાણી શકશો. આઈએએનએસના અહેવાલ મુજબ, ગૂગલના વૈજ્ઞાનિકોએ ઑડિયોપ્લેથિસ્મોગ્રાફી (એલપીજી)નું સફળ પરીક્ષણ કર્યું છે. આમાં, અલ્ટ્રાસાઉન્ડની મદદથી વ્યક્તિના હૃદયના ધબકારા સાંભળવામાં આવે છે. સારી વાત એ છે કે આ માટે કોઈ વધારાના સેન્સરની જરૂર નથી, તેથી સાંભળી શકાય તેવી બેટરી પર કોઈ અસર થતી નથી. ગૂગલના વૈજ્ઞાનિકોએ…

Read More

સરકારે તાજેતરમાં જ દેશનું નામ ઈન્ડિયાથી બદલીને ભારત કરી દેવાના અનેક સંકેત આપ્યા. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. જાેકે ભલે સત્તાવાર રીતે દેશનું અંગ્રેજી નામ ઈન્ડિયાથી ભારત ન કરાયું હોય પણ ગૂગલ મેપએ નવા નામને જરૂરથી સ્વીકારી લીધું છે. ખરેખર તો તેનું કારણ એ છે કે જાે તમે ગૂગલ મેપના સર્ચ બોક્સમાં ભારતટાઈપ કરશો તો તમને દક્ષિણ એશિયામાં એક દેશ લખેલું એ પણ તિરંગા સાથે દેખાશે. એ વાતથી કોઈ ફેર પડતો નથી કે તમે તમારા ગૂગલ મેપની ભાષા હિન્દી કરી છે કે પછી અંગ્રેજી. ગૂગલ મેપએ ઈન્ડિયા અને ભારત બંનેને દક્ષિણ એશિયામાં એક દેશ તરીકે માન્યતા આપી દીધી છે.…

Read More

સુપ્રીમ કોર્ટે વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં મળેલા શિવલિંગ જેવી રચનાના એએસઆઈ સર્વેક્ષણની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી ન કરવા પાછળનું કારણ આપતા જણાવ્યું કે, નીચલી અદાલતમાં હજુ સુનાવણી શરુ છે, તો પીઆઈએલ પર સુનાવણી કરવાથી કોઈ ફાયદો નથી. આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે અરજીને ફગાવતા કારણ આપ્યું હતું કે મામલો નીચલી કોર્ટમાં પેન્ડિંગ છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ મામલે મંદિર પક્ષે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરીને જ્ઞાનવાપીના સીલ કરેલા વિસ્તારના એએસઆઈ સર્વેની માંગણી કરી હતી. ઉપરાંત પરિસરમાં મળી આવેલા શિવલિંગ જેવી રચના પર પણ એએસઆઈ સર્વે કરાવવાની માંગણી કરી હતી.…

Read More

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩ની મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ૧૦૦ રનથી હરાવ્યું હતું. આ સાથે જ ભારત તેની છટ્‌ઠી મેચ જીતી પોઈન્ટ્‌સ ટેબલ પર ટોપ પર પહોંચી ગયું છે. ભારતની આ જીતમાં ફાસ્ટ બોલરોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જસપ્રીત બુમરાહે ૩ જયારે મોહમ્મદ શમીએ ૪ વિકેટ ઝડપી હતી. આ સાથે જ શમી વનડે વર્લ્ડ કપના ઈતિહાસમાં બેસ્ટ બોલર બની ગયો છે. મોહમ્મદ શમીએ ઇંગ્લેન્ડ સામે ૭ ઓવરમાં ૨૨ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન શમીએ તેની પહેલી અને ત્રીજી ઓવરમાં સતત ૧૩ ડોટ બોલ ફેંકી ૨ વિકેટ પણ ઝડપી હતી. તેણે પહેલા સ્ટોક્સને અને પછી બેયરસ્ટોને…

Read More