અમદાવાદનાં હાથીજણ વિસ્તારમાં ફરી એકવાર બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હાથીજણ ખાતે તા. ૧૮ થી ૨૦ દરમ્યાન ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈ આજે કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૮ ઓક્ટોબર ત્રણ દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં દોઢ થી બે લાખ ભક્તો આવે તેવી શક્યતા છે. તેમજ કથા બાદ રાત્રી દરમ્યાન ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી કરશે.

અમદાવાદમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનાં આયોજન બાબતે વધુમાં જાણવા મળ્યું હતું કે, ત્રણ દિવસ કથાનું આયોજન કરેલું છે. જેનાં ભાગરૂપે આજે કળશયાત્રા હતી. ત્યારે આજે કળશયાત્રાને લઈ ચાર દિવસનો કાર્યક્રમ થઈ ગયો છે. તા.૧૮ થી ૨૦ દરમ્યાન યોજાનાર છે. જેમાં પ્રથમ દિવસે માતાજીનો મહિમા, માતાજીની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે બાબતે કથાનું આયોજન કર્યું છે. જ્યારે ૧૯ તારીખે સાંજે પાંચ વાગ્યાથી દિવ્ય દરબારનું આયોજન કરેલ છે. દિવ્ય દરબારમાં માનવ જીવનની સમસ્યાઓ છે તે સમસ્યાઓનાં સમાધાન માટે એક દિવસીય દિવ્ય દરબાર થશે. કથા બાદ રાત્રે ૮ થી ૯ ત્રણ દિવસ ગરબા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગરમી વધતા કથાનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ત્યારે પહેલા ૩ થી ૭ નો કથાનો સમય હતો. જે સમય બદલીને નવો સમય ૫ વાગ્યા સાંજે ૮ વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે. કથાનો પ્રારંભ પાંચ વાગ્યાથી થશે. કથામાં આવનાર ભક્તોને તકલીફ ન પડે તે માટે પાણી સહિત જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકો બહારથી આવશે તે તમામ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દરરોજ પાંચથી સાત હજાર માણસોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ બહારથી જે લોકો આવી રહ્યા છે તે તમામને બને તેટલી સુવિધા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે.

Share.
Exit mobile version